તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:આણંદ પાલિકાના ભાજપના ઉમેદવારો આજે સાંજે જાહેર કરાય તેવી સંભાવના

આણંદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યાદી જાહેર ન થતાં ઉમેદવારો મુંઝવણ અનુભવી રહ્યાં છે

આણંદ જિલ્લાની 6 નગરપાલિકાઓ, એક જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપમોવડી મંડળ દ્વારા દરેક બેઠક દીઠ ત્રણથી ચાર નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવામાં આવ્યા છે. મંગળવારના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનારી છે.ત્યારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મોડીસાંજ સુધી જાહેર થાય તેવી સંભાવના છે.

ભાજપની મંગળવારના રોજ મળનારી પાર્લામેન્ટરીબોર્ડની બેઠકમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકાપંચાયતની જિલ્લા કક્ષાએ આવેલી યાદીપર ચર્ચા વિચારણ કરવામાં આવશે સ્થાનિક કક્ષાના આગેવાનો અને નિરીક્ષકોની સાથે ચર્ચા કર્યાબાદ જે તે નગરપાલિકા વોર્ડ દીઢ ચાર ઉમેદવારોના નામની પંસદગી કરવામાં આવશે તેવી રીતે જ જિલ્લા અને તાલુકાપંચાયતની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે ત્યારબાદ મોડીસાંજ સુધી ભાજપ દ્વારા યાદી જાહેર કરાયા તેવી સંભાવના વર્તાઇ રહી છે.જેને આણંદ જિલ્લાની 6 નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટા ઇચ્છુક ઉમેદવારોએ નજર તેના પર છે.

યાદી જાહેર થયા બાદચૂંટણી અંગેની આગળ વ્યુરચના અંગે જે તે વિસ્તારના કાર્યકરો વિચાર કરશે. પોતાના મનગમતા ઉમેદવાર મુકાય છે.કે પછી અન્ય કોઇને મુકવામાં આવે છે.તે અંગ હાલ સૌ કોઇ મુંઝવણ અનુભવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો