તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતુરતાનો અંત:ભાજપે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર કર્યા, કહી ખુશી કહી ગમનો માહોલ

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આંણદ નગરપાલિકાના માત્ર 8 કાઉન્સિલરોને રિપીટ કરાયા
 • બોરસદ નગર પાલિકામાં વોર્ડ નં 7 અને 8માં ભાજપાના કોઇ ઉમેદવાર જાહેર કરાયા નથી

આજે અમાસે આણંદ જિલ્લામાં ચૂંટણી દાવેદારોના ઓરતા પુરા થયા અને ચૂંટણી રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે.ભાજપ દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી સત્તાવાર જાહેર કરવામાં આવી છે.મહત્વનું છે કે આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયતની 42 બેઠકો 8 તાલુકા પંચાયતની 196 બેઠકો અને આણંદ સહિત 6 નગરપાલિકાની 212 બેઠકો ચૂંટણી યોજાનાર છે. ભાજપ દ્વારા ઉમેદવાર યાદી જાહેર થતા નગરમાં કહી ખુશી કહી ગમનો માહોલ છે. ઉત્સાહ અને ઉન્માદ વચ્ચે ચૂંટણી પરિણામો કેવા આવે છે તે ભવિષ્યના ગર્ભમાં છે. જોકે આણંદ પાલિકાના ભાજપના શાસનને ભ્રષ્ટતાનો ડાઘ લગાડનાર ત્રિપુટી કપાતા નવા રાજકીય સમીકરણો આકાર લેશે તેવા અહેવાલો મળી રહ્યા છે.

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ઉમેદવારના નામ સાથે ની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ જિલ્લા મોવડી મંડળ અને પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડના સયુંકત નિર્ણયથી પસંદગી પામેલ ઉમેદવારો ના નામ જાહેર કરાયા હતા.આણંદ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને 6 નગરપાલિકામાં વોર્ડ વાઇઝ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.અનિવાર્ય સંજોગોથી અમુક બેઠકો ઉપર પાર્ટી આગામી દિવસોમાં નામ જાહેર કરશે.તેવી માહિતી જિલ્લા પ્રમુખે પત્રકાર પરિસદમાં આપી હતી

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ભારે બહુમતી સાથે જિલ્લા અને નગરપાલિકાઓમાં વિજય બનશે તેવી આશા વ્યક્ત કરી આ પત્રકાર પરિસદમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહી મેન્ડેટ મેળવનાર તમામ ઉમેદવારોને ભવ્ય જીત માટેની શુભકામનાઓ પાઠવી છે.

મહત્વનું છે કે આંણદ જીલ્લા ભાજપે તાલુકા પંચાયત,જી.પંચાયત અબે નગરપાલિકાના ઉમેદવારોની જાહેર કરવામાં આવેલ યાદીમાં આંણદની સંદેસર તા.પંચાયત બેઠક ના ઉમેદવારનું નામ જાહેર કરાયુ નથી. બોરસદ નગર પાલીકામાં વોર્ડ નં 7 અને 8માં ભાજપાના કોઇ ઉમેદવાર જાહેર કરાયા નથી. બોરસદની દહેમી તા.પંચાયત માટે નામ જાહેર કરાયા નથી. પેટલાદ નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં 3 અને 8માં એક પણ ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. ખંભાતની નગરા-2 તા.પંચાયતનું નામ જાહેર કરાયુ નથી. પેટલાદની મેહળાવ-1 તા.પંચાયતનું પણ નામ જાહેર કરાયું નથી. આંણદ નગરપાલીકાના માત્ર 8 કાઉન્સિલરોને રિપીટ કરાયા છે. તો જી.પંચાયતમાં જીતેલા 4 અને હારેલા પણ 2 ઉમેદવારોને રિપીટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો