• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Bitter Experience For NRIs Of Charotar Diocese Coming From Abroad At Ahmedabad Airport: Complaint Of Police Harassment On The Way

હેરાનગતિ:વિદેશથી હેમખેમ આવતા ચરોતર પંથકના NRIને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ, માર્ગમાં પોલીસ કનડગતની પણ ફરિયાદ

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હવાઈ મથક પર અલગ અલગ ચાર ફ્લાઈટના મુસાફરોને સામાન માટે પાંચ કલાક રઝળવું પડયું
  • એરપોર્ટ સ્ટાફે યોગ્ય સહકાર ન આપ્યાનો આક્ષેપ

ગુજરાતના સૌથી મોટા અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમેરિકા, કેનેડા, બ્રિટન સહિત વિશ્વભરના દેશોમાંથી 5 કલાકથી લઇ 70 - 75 કલાકની મુસાફરી સારી રીતે થઇ જાય છે પરંતુ એરપોર્ટ પર ઉતર્યા પછી અનેક અંતરાયોમાંથી પસાર થવું પડે છે. ચરોતર પંથકના પ્રવાસીઓની વિદેશયાત્રા વધુ કરતા હોવાથી સૌથી વધારે પ્રમાણમાં તેઓ ભોગ બની રહ્યા છે. માત્ર એરપોર્ટ પર જ નહીં પરંતુ રસ્તામાં પોલીસવાળા પણ ચેકિંગના નામે અટકાવી હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ ચરોતરના આંતરરાષ્ટ્રીય પ્રવાસીએ કર્યો હતો.

દિવાળીના દિવસે અમેરિકાથી આવેલા મૂળ પીપલગનાં વતનીએ આવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. સરયુબેન પટેલ નામના આ પ્રવાસીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,તેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. ગત 4 નવેમ્બરના રોજ 36 કલાકની હવાઇ મુસાફરી કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ ઉતર્યા ત્યાથી તેમની મુશ્કેલી શરૂ થઇ હતી. એક સાથે ચાર પ્લેન લેન્ડ થતા પ્રવાસીઓ વધી ગયા અને માલસામાન બહાર કાઢવા માટે માત્ર ચારેક જેટલા કર્મચારી હોવાથી યાત્રિકોને બેગેજ મેળવવા ચાર - ચાર કલાક સુધી પ્રતિક્ષા કરવી પડી. સામાન અંગે મહિલા સુપરવાઇઝરને પૂછતાં તેઓ પણ સંતોષકારક જવાબ આપતા નહતા. જેના કારણે સિનિયર સિટિઝન, મહિલાઓ, બાળકોને ભારે મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું.

એરપોર્ટ છોડયા બાદ રસ્તામાં પણ પોલીસની ખોટી રીતે હેરાનગતિ
અમેરિકાથી આવેલા સરયુબેન પટેલે જણાવ્યું હતું કે,અમદાવાદ એરપોર્ટ વિદેશથી આવતાં મોટાભાગના પ્રવાસીઓ દારૂની પરમીટ સાથે આવતાં હોય છે. તેઓની અમદાવાદ એરપોર્ટ પર તમામ પ્રકારની ચકાસણી થઇ જતી હોય છે. તેમ છતાં એરપોર્ટની બહાર નીકળતા અને રસ્તામાં પોલીસ દ્વારા વિદેશી યાત્રિકોની ગાડી રોકીને ચેક કરવાના બહાને એક કલાક બગાડે છે જે ગેરવ્યાજબી છે. દરેક પ્રવાસીઓને શંકાની નજરે જોવે છે.

અગાઉ આવી જ તકલીફ હતી પણ તત્કાલીન સરકારે પ્રવાસીઓની ખોટી પજવણી ન કરવા આદેશ કર્યો હતો
ત્રણેક વર્ષ પહેલા પણ આ રીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને અટકાવી તેમનો સામાન ચેક કરવાના નામે હેરાનગતિ કરવામાં આવતી હતી. પરંતુ ચરોતર પંથકના લોકોએ ગાંધીનગર સુધી વાત પહોંચાડતા તત્કાલિન સરકારે બહારથી આવતા મુસાફરોને બિનજરૂરી કનડગત ના કરવા ઉચ્ચકક્ષાએથી આદેશ જારી કર્યો હતો ત્યારબાદ તકલીફ ઓછી થઇ ગઇ હતી પરંતુ હવે ફરી પાછી પોલીસની કનડગત વધી ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આણંદ , ખેડા જિલ્લાના મંત્રી, ધારાસભ્યો, સાંસદોએ આ બાબતે રાજ્ય સરકારનું ધ્યાન દોરવું જોઇએ તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...