ચારૂતર આરોગ્ય મંડળના સ્થાપક સ્વ. ડૉ. એચ.એમ.પટેલની જન્મજયંતિ નિમિત્તે 27 ઓગસ્ટના રોજ ચારૂતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી અને પૂર્વ અધ્યક્ષ તેમજ ચારૂતર આરોગ્ય મંડળના બોર્ડ મેમ્બર ભીખુભાઇ પટેલ, બોર્ડ મેમ્બર અમિતભાઇ પટેલ, સવિતાબેન એન્ડ હીરૂભાઇ પટેલ મેમોરિયલ ટ્રસ્ટના માનદમંત્રી રમેશભાઇ શાહ, ટ્રસ્ટના સભ્ય દિનુભાઇ પટેલ (મફતભાઇ) મંડળના સી.ઇ.ઓ. સંદીપ દેસાઇ, મંડળના કર્મચારી ગણ, ડૉકટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ડૉ.એમ.એમ. પટેલની સમાધી પર પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.
ગત વર્ષે સપ્ટેમ્બર 2019માં ચારૂતર આરોગ્ય મંડળ સંચાલિત એચ.એમ.પટેલ સેન્ટર ફોર મેડિકલ કેર એન્ડ એજયુકેશનને ખાનગી યુનિવર્સિટી - ભાઇકાકા યુનિવર્સિટીનો દરજ્જો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. વ્યક્તિગત અનેક જોખમ સ્વીકારીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરીને છેલ્લાં 4 માસમાં એક હજારથી વધુ કોરોના વાઈરસથી સંક્રમિતને સારવાર પૂરી પાડી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.