તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Birla Vishwakarma College Students Selected In The Second Round Of ROBOFEST 2.0 Competition Organized By GUJCOST DST At The State Level

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજેતા:બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ GUJCOST-DST દ્વારા યોજાયેલ ROBOFEST 2.0 કોમ્પિટીશનના બીજા રાઉન્ડમાં પસંદગી

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોબોટ મેકિંગ કોમ્પિટીશનમાં 7 માંથી 6 કેટેગરીમાં ભાગ લીધો હતો

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના ધ રોબોટિક્સ સોસાયટી (TRS) સ્ટુડન્ટ ચેપ્ટરના 34 વિદ્યાર્થીઓએ GUJCOST-DST દ્વારા રાજ્યકક્ષાએ યોજેલ ROBOFEST 2.0 રોબોટ મેકિંગ કોમ્પિટીશનમાં 7 માંથી 6 કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં વિધાર્થીઓ એ લેવલ-1 આઈડીએશન સ્ટેજમાં અલગ અલગ કેટેગરી જેવી કે માઈક્રોરોબોટ, અંડર વોટર રોબોટ, પાઇપ ક્લાઈમ્બિંગ રોબોટ, ફોર-લેગ્ડ રોબોટ, પ્રોસ્થેટિક લીંબ્સ તથા રોવર્સમાં પોતાના આઈડિયા રજુ કર્યા હતા.

વિદ્યાર્થીઓ રોબફેસ્ટ ગુજરાત 1.0 કોમ્પિટીશનમાં રાજ્ય કક્ષાએ સંયુક્ત વિજેતા બન્યા

જેમાંથી 5 કેટેગરીમાં વિદ્યાર્થીઓની ટીમ લેવલ-2 Proof Of Concept માટે પસંદગી પામી છે. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા. તથા જણાવ્યું હતું કે ઇનોવેશન અને ટેક્નોલોજિકલ અપગ્રેડેશન એ વર્તમાન સમયની જરૂરિયાત છે. AICTE ના ટોપ ટેક્નોલાજીકલ ટ્રેન્ડમાં રોબોટિક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભૂતકાળમાં પણ TRSના વિદ્યાર્થીઓની ટીમ રોબફેસ્ટ ગુજરાત 1.0 કોમ્પિટીશનમાં રાજ્ય કક્ષાએ સંયુક્ત વિજેતા બની ને રૂ. 2.5 લાખનું કેશ પ્રાઈઝ મેળવ્યું હતું. જે સંસ્થા માટે ગૌરવ પૂર્ણ તથા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ નીવડયું છે.

લેવલ-1 આઈડીએશન સ્ટેજમાં વિજેતા થવા બદલ રૂ. 50,000 નું કેશ પ્રાઈઝ મેળવશે

TRS સ્ટુડન્ટ ચેપ્ટરના ફેકલ્ટી એડવાઈઝર ડો.વિનય પટેલે 7 માંથી 5 ટીમોની રાજ્યકક્ષાએ લેવલ-2 માં પસંદગી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તથા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ મેન્ટર્સના માર્ગદર્શન, ટેક્નિકલ સ્કિલ્સ તથા ટીમવર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. તથા ઉપરોક્ત 5 ટીમ (માઈક્રોરોબોટ, અન્ડર વોટર રોબોટ, પાઇપ ક્લાઈમ્બીન્ગ રોબોટ, ફોર-લેગ્ડ રોબોટ, પ્રોસ્થેટિક લીંબ્સ ) લેવલ-1 આઈડીએશન સ્ટેજમાં વિજેતા થવા બદલ રૂ. 50,000 નું કેશ પ્રાઈઝ મેળવશે.

વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી

મહત્વનું છે કે બી.વી.એમની દરેક ટીમોના વિદ્યાર્થીઓને ટીમ મેન્ટર્સ ડૉ.વિનય જે.પટેલ, ડૉ.દિપક એમ.પટેલ, ડૉ હરેશ પી.પાટોલિયા, ડૉ.રાજીવ બી.ગાંધી, ડૉ.મેહફુઝા એસ.હોલીયા, પ્રો.આશિષ એમ.ઠક્કરે માર્ગદર્શન પૂરું પાડયું હતું. વિદ્યાર્થીઓની આ રાજ્યકક્ષાની સિદ્ધિ બદલ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા. તથા આગામી રાઉન્ડ માટે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો