એમઓયુ કરાયા:બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સાથે એમઓયુ કર્યા

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીવીએમના 80થી વધુ ઇન્ડસ્ટ્રી સાથે અને વિભિન્ન દેશોની 12 યુનિવર્સિટી સાથે એમઓયુ થયા છે
  • એમઓયુથી વિદ્યાર્થીઓ-અધ્યાપકોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે જરૂરી પ્લેટફોર્મ મળી રહેશે

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયનું સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ એમઓયુથી બીવીએમ તથા એસવીએનઆઈટીના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે જરૂરી પ્લેટફોર્મ મળી રહેશે. આ ઉપરાંત બીવીએમના 80થી વધુ ઇન્ડસ્ટ્રી સાથે અને દેશની 12 જેટલી ખ્યાતનામ યુનિવર્સીટી સાથે એમ.ઓ.યુ થયા છે.

ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ એન્જીનીયર ભીખુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. આ બીવીએમ તથા એસવીએનઆઈટીના લિન્કેજથી બીવીએમ તથા એસવીએનઆઈટીના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે જરૂરી પ્લેટફોર્મ મળી રહેશે.

આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડો.ઈંદ્રજિત એન.પટેલે જણાવ્યું હતું કે, સંસ્થાનું વિઝન ટુ પ્રોડ્યુસ ગ્લોબલી એમ્પલોયેબલ ઇનોવેટિવ એન્જનિયર્સ વિથ કોર વેલ્યુઝ ,રી-એન્જીનીયર કરીક્યુલમ ટુ મીટ ગ્લોબલ રિક્વાયરમેન્ટ, પ્રમોટ ઇનોવેટિવ એન્ડ બેસ્ટ પ્રેકટીસીસ એટ ઓલ લેવલ, ઇમબાઈબ કોર વેલ્યુઝ, રિફોર્મ પોલીસીસ સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસ, ડેવેલોપ ફેકલ્ટી એન્ડ સ્ટુડન્ટ ટુ મીટ ગ્લોબલ ચેલેન્જીસ, ફેકલ્ટી રિસર્ચ સ્કોલર્સ વિઝીટ, એક્સચેન્જ, જોઈન્ટ રિસર્ચ, જોઈન્ટ યૂટિલાઇઝેશન, જોઈન્ટ સુપરવિઝન, જોઈન્ટ કોન્ફરન્સ જેવા ઉદેશ્ય સાથે એમઓયુ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટને અનુલક્ષીને એસવીએનઆઈટી સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, બીવીએમના યુએસએ, કેનેડા, ચીન, રસીયા, જર્મન, સ્વિત્ઝરલેન્ડ, ઈરાક, મલેશીયા જેવા દેશોની 12 જેટલી ખ્યાતનામ યુનિવર્સીટી સાથે એમઓયુ થયા છે. જેના અંતર્ગત શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ ટેક્નિકલ કોન્ક્લેવ, ઇન્ટરનેશન્સલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ, રિમોટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામનું આયોજન થતું રહે છે. બીવીએમના વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રી રેડી બની શકે તથા ઇન્ડસ્ટ્રી-ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેની ગેપ ઓછી થાય તે ઉદ્દેશ્યથી બીવીએમ ના 80 થી વધુ ઇન્ડસ્ટ્રી સાથે એમ.ઓ.યુ થયેલા છે. જેના અંતર્ગત વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ્સનું આયોજન થતું રહે છે.

બીવીએમ ખાતે એમ.ઓ.યુના સફળ એક્ઝિક્યુશન માટે ડો. જગદીશ એમ.રાઠોડ (એસોસિએટ ડીન, એડમીન, બીવીએમ ) તથા ડો. મુકેશ સિંપી( એસોસિએટ ડીન,રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ,બીવીએમ)એ ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. ઉપરોક્ત પ્રસંગે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન સાયન્સ, એન્જિ. એન્ડ ટેકનોલોજી 2020ના સફળ આયોજન બદલ કમિટી મેમ્બર્સનું મેમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...