ચોર ગેંગ ઝડપાઈ:આણંદમાં બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 6 બાઇક અને 2 એક્ટિવાની ચોરી કબૂલાત કરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા બાઇક ચોરીના બનાવોની ફરિયાદો વધી રહી છે.પોલીસે પણ બાઇક ચોરી કરતા તત્વોની સઘન તપાસ આરંભેલ છે.આ અંગે બાતમીદારો અને અન્ય ટેક્નિકલ યુક્તિઓ થકી ચોર તત્વોને ઝડપવા આયોજન કરાયું છે.આ દરમ્યાન આણંદ તથા ખેડા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં બાઈક તેમજ એક્ટિવાની ચોરી કરી ચોરીના બાઈકો સાથે પાંચ ઈસમો વિદ્યાનગર બાકરોલ રોડ ઉપરથી ધરપકડ કરી છે.

બાઇકના કાગળ નહોતા
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ પોલીસની વાહન ચેક કરી રહેલ પોલીસ ટીમને બાતમી મળેલ કે આણંદ બાકરોલ રોડ ઉપર લાલ થાંભલા બાજુથી વાહનચોરી કરનાર ઇસમ આણંદ સંકેત નવા રોડ તરફ આવનાર છે.જેથી પોલીસની ટીમ આણંદ સંકેત નવા રોડ તરફ વાચમાં ગોઠવાઈ ગઈ હતી તે દરમિયાન બે બાઈક ઉપર આવી ચઢેલા પાંચ ઈસમોને શંકાના આધારે ઉભા રખાવ્યા હતા. પોલીસે તેમની પાસે બાઈકોના કાગળ માગતા તેઓએ પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું અને ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા. આ પૂછપરછમાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે પાચેય ઈસમોને પોલીસ મથકે લાવી તેમના નામ ઠામ પુછતા સચિનકુમાર ઉર્ફે સતલો પોપટસિંહ પરમાર, અજય વિઠ્ઠલભાઈ પરમાર બંને રહે સજાયા, રૈયાન ઇરફાનભાઇ વોરા, રિઝવાન ઐયુબભાઈ વોરા તથા તનવીર ઉર્ફે તનો સફી મહંમદ વોરા ત્રણેય રહે ચાંગા હોવાનું જણાવ્યું હતું.

ચોરીની કબુલાત કરી
પોલીસે તેમની સઘન પૂછપરછ કરતા તેમણે છ બાઈક તથા બે એક્ટીવા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેની કિંમત કુલ 1.80 લાખ થવા પામી છે. અને આ બાઈકો અને એકટીવા જુદી જુદી જગ્યાઓ થી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરીના છ બાઈકો તથા 2 એકટીવા મળી કુલ રૂપિયા 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા પાંચયે ઈસમો આણંદ તથા ખેડા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી બાઇકો તથા એકટીવાની ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી ચોરી કરેલા છ બાઈકો તથા બે એકટીવા કબજે કર્યા છે અને પાંચેય ઈસમો વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ 41(1),ડી 102 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તમામ ઈસમોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...