તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આણંદના ચિખોદરા ઓવરબ્રિજ પર દૂધ ટેન્કરની અડફેટે આવી જતા બાઈક સવાર યુવકનું મોત, બે ઈજાગ્રસ્ત

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચરોતર એજ્યુકેશન સોસાયટીના જીમ ટ્રેનર માર્ગ અકસ્માતમાં ભોગ બન્યાં

આણંદના ચિખોદરા ગણેશબ્રીજ ખાતે પુરપાટ દોડતી ટેન્કરે બાઈકને ટક્કર મારતા થયેલ જીવલેણ અકસ્માતમાં બાઈકચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જ્યારે તેમના પુત્ર અને પાછળ બેસેલ ઇસમને ઈજાઓ થતાં સારવાર માટે 108 મારફતે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે ટેન્કરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ડાકોરના અને ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં જીમ ટ્રેનર તરીકે નોકરી કરતા મુકેશભાઈ શંકરભાઈ મારવાડી (35) ગઈકાલે રાત્રીના સમયે પોતાના પુત્ર વીર (ઉ.વ.6)અને રમેશ ઉર્ફે કચુ વાંસફોડીયાને બેસાડીને ચીખોદરા ચોકડીથી આણંદ તરફ આવી રહ્યા હતા.ગણેશબ્રીજ પાસેથી તેઓ ગામડી તરફ વળતા જ હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી દૂધની ટેન્કરે ટક્કર મારતા મુકેશભાઈ,પુત્ર વીર અને પાછળ બેસેલ રમેશ ઉછળીને રોડની સાઈડમાં પડ્યા હતા અને બાઈક ટેન્કરની નીચે ઘુસી ગયું હતું. જેમાં મુકેશભાઈને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ ગમખ્વાર ઘટનાની જાણ પોલીસ અને 108 ને થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત પુત્ર વીર અને રમેશને 108 માં કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત કરનારા ટેન્કર ચાલક મહેન્દ્ર અરજણ સોલંકી (રહે.વિઠ્ઠલપુરા, ઠાસરા)ને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ અંગે ચરોતર એજ્યુકેશન સોસાયટી હેડ ક્લાર્ક ચેતનભાઈ પટેલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મુકેશભાઈ છેલ્લા 11 વર્ષથી સંસ્થામાં જિમ ટ્રેનર તરીકે ફરજ બજાવતા હતા.પરગજુ અને મિલનસાર સ્વભાવના મૃતકે માર્ગ ઉપરના કોઈ અજાણ્યા ઈસમ ને લિફ્ટ આપવા જતા આ જીવલેણ દૂધ ની ટેન્કર ની ટકકરે અકસ્માત થયો છે.જે આધારે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...