આણંદના બોરીયાવી બ્રિજ પાસે સમર્થ કોર્નર નજીક ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઇક અથડાતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ અંગે ગ્રામ્ય પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
બોરીયાવીના મનોરીયા તળાવડી પાસે રહેતા સુરેશ મણીભાઈ વાઘેલા શાકભાજીનો વેપાર કરે છે. દરમિયાનમાં 11મી જાન્યુઆરી,23ના રોજ બોરિયાવી બાપુનગર સીમમાં શાકભાજીની ગાડી ભરતા હતા તે દરમિયાન રાત્રિના જાણવા મળ્યું કે, સુરેશભાઈના મોટા ભાઈ ભરતભાઈનો પુત્ર હરપાલ (ઉ.વ.19)ને સમર્થ કોર્નર પાસે બ્રીજ નજીક અકસ્માત થયો છે. જેથી તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યાં હતાં. આ સમયે ટ્રેક્ટર રોડની કિનારી પર પાર્ક કરેલું હતું. ટ્રેક્ટરની ટ્રોલીના નીચેના ભાગે ભત્રીજા હરપાલનું બાઇક પડેલું હતું. આ અંગે આસપાસમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, ટ્રેક્ટર પાર્કિંગ લાઇટ વગર ઉભુ હતું. તે સમયે હરપાલ નોકરી પુરી કરી પરત ઘરે આવતા અકસ્માત થયો હતો. જેમાં હરપાલનું બાઇક ટ્રોલી પાછળ અથડાયું હતું. આથી, તેને તાત્કાલિક કરમસદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ હરપાલનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે સુરેશ વાઘેલાની ફરિયાદ આધારે ટ્રેક્ટર ચાલક જીજે 23 સીડી 0085ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.