અકસ્માત:આણંદમાં ટેક્ટરની ટકકરે ચઢતા બાઇક ચાલકનું મોત, ચિખોદરા-ધરસાપુર બ્રિજ ઉતરતી સમયે અકસ્માત થયો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી

આણંદના ચિખોદરા ગામે ધડસાપુરા બ્રિજ પર પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.ચિખોદરાના ધડસાપુરામાં ગેરેજ ચલાવતા ઉમેદભાઈ વાઘેલાના પિતરાઇ ભાઇ કાંતિભાઈનો પુત્ર કમલેશ વાઘેલા (ઉ.વ.25) 31મી ઓગષ્ટના રોજ સાંજના ચિખોદરા - ધરસાપુર બ્રિજ ઉતરતા સમયે અકસ્માત થયો હતો.

આ ઘટનાની જાણ થતાં ઉમેદભાઈ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ટ્રેક્ટરનો ડ્રાઇવર ભરત રઘુ ભરવાડ (રહે.રાણાનો ચરો, ચિખોદરા) ટ્રેક્ટર ચલાવતો હતો અને ટ્રેક્ટર મુકીને ભાગી ગયો છે.

મહત્વનું છે કે કમલેશ ધરસાપુરાથી ચિખોદરા ગામે આવતો હતો. તે દરમિયાન ચિખોદરા ગામથી માટી ખાલી કરીને ધરસાપુરા તરફ ટ્રેક્ટર જતું હતું અને કમલેશનું બાઇક ટ્રેક્ટરના આગળના જમણી બાજુના ટાયરમાં એક્સીડન્ટ થયો હતો. જેથી કમલેશ ઉછળીને ટ્રોલીના જમણી બાજુના ભાગે અથડાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ મૃત્યું નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટ્રેક્ટર ચાલક ભરત રઘુ ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...