અકસ્માતમાં મોત:આણંદના ઉમેટા-આંકલાવ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

આણંદના ઉમેટા આંકલાવ રોડ ઉપર આવેલા ઊર્મિ ફાર્મ નજીક શુક્રવારના સાંજના સમયે પૂરઝડપે જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજા પામેલા બાઈક ચાલકનુ સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોધી તેની શોધખોળ આરંભી છે.

માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી
પ્રાપ્ત માહિતી મુજબ આંકલાવના સોહેબખાન અકબરખાન રાજ શુક્રવાર સાંજના પાંચેક વાગ્યાના સમયે પોતાનું બાઈક લઇને ઉમેટા આંકલાવ રોડ ઉપર આવેલા ઊર્મિ ફાર્મ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી પૂરઝડપે આવી ચડેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો. જેના કારણે તેને માથામાં તેમજ ડાબા હાથ- પગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઘટનાને લઈને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સોહેબખાનને 108 મોબાઈલવાન મારફતે સારવાર માટે આંકલાવની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જોકે ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી અને ત્યાંથી સયાજી હોસ્પિટલમાં લઈ જતા શનિવાર સવારના સમયે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઐયુબખાન અકબરખાન રાજે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...