હિટ એન્ડ રન:આણંદના સામરખા પાસે એક્સપ્રેસ વે પર વાહન ટક્કરે ભીક્ષુકનું મોત

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આણંદમાંથી પસાર થતાં એક્સપ્રેસ વે પર સામરખા ગામની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે ભીક્ષુકનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદ શહેર નજીકના એક્સપ્રેસ વે પર સામરખા ગામની સીમમાં અજાણ્યા વ્યક્તિની લાશ પડી હોવાની ખબર આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. આથી, ગ્રામ્ય પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં કોઇ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ભીક્ષુક જેવા અજાણ્યા માણસને ટક્કર મારતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...