તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસંતોષ:બોરસદ નગરપાલિકાના વોર્ડ નં.11માં ભરતસિંહના ડ્રાઈવરને ટિકિટ ફળવાઈ, કાર્યકરોમાં નારાજગી

આણંદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદ પાલિકામાં માતા અને પુત્રને ચૂંટણી ઉમેદવાર બનાવાયા

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વહલા દવલાની નીતિ અપનાવી ટિકિટોની લ્હાણી કરવામાં આવી હોવાના આરોપ લાગ્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાવવાના છેલ્લા કલાકોમાં ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી હતી. અનેક પાયાના કાર્યકરોમાં આ મુદ્દે વિદ્રોહનો અગ્નિ ભડકી રહ્યો છે. બોરસદ નગરપાલિકાના વોર્ડ નં.11માં કોંગ્રેસ દ્વારા પુર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ડ્રાઈવરને પણ ટિકિટ આપવામાં આવી છે. ભરતસિંહ સોલંકીના ડ્રાઈવરને હોવાની લાયકાતે ચુંટણીની ટિકિટની લોટરી લાગી હોવાનું સનિષ્ટ કોંગી કાર્યકરો કહી રહ્યા છે. વળી અન્ય પાયાના કાર્યકરોને ટિકિટ નહી મળતા અસંતોષનો અગ્નિ ઉકળી રહ્યો છે.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ વહલા દવલા સગાવાદ ચલાવીને અનેક જગ્યાએ ટિકિટોની ફાળવણી કરવામાં આવી છે. કોંગી આગેવાનો અને નેતાઓએ પોતાના મનગમતા, અંગત અને નિકટના સંબંધોમાં ઘણી ટિકિટ અપાવી છે. આ બાબતો ને લઈ પાયાના કાર્યકરોમાં અન્યાયની લાગણી પ્રવર્તી રહી છે.

બોરસદ નગરપાલિકાના વોર્ડ નં. 1માંથી ભરતસિંહ સોલંકીના ડ્રાઈવર અજયભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ બોરસદ નગર કોંગી કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

એકતરફ પાયાના કાર્યકરોની અવગણના કરી તેઓને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે એકમાત્ર ભરતસિંહ સોલંકીના ડ્રાઈવરની લાયકાત ધરાવતા અજય પરમારને કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકાની ટિકિટ આપતા અસંતોષનો અગ્નિ ઉકળી રહ્યો છે. બોરસદ નગરપાલિકામાં પુર્વ પ્રમુખ રમેશભાઈ રબારીએ પોતાની પત્નીને પણ ટિકિટ અપાવી છે. આમ બોરસદ નગરપાલિકાની ચુંટણીમાં પતિ પત્ની બંને ચુંટણી લડી રહ્યા છે.

જ્યારે આણંદ નગરપાલિકામાં પણ કોંગ્રેસે માતા પુત્રને ટિકિટ આપી છે. જેમાં વોર્ડ નં.11 માંથી કીન્નરીબેન જતીનભાઈ દવે ચુંટણી લડી રહ્યા છે. જ્યારે તેમનો પુત્ર હર્ષીલ દવે વોર્ડ નં.9 માંથી કોંગ્રેસે મેન્ડેટ આપી ચુંટણી લડાવી રહ્યા છે. જતીનભાઈ દવે કોંગ્રેસના સેવાદળના કાર્યકર અને ભરતસિંહ સોલંકીના નજીકના ગણાય છે. જેને લઈને તેઓએ પોતાના પત્ની અને પુત્ર બંનેને ટિકિટ અપાવવામાં સફળતા મેળવી છે. કીન્નરીબેન દવેનો ગત ચુંટણીમાં કારમો પરાજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો