કોંગ્રેસી નેતા ભરત સિંહનો પતિ,પત્ની ઔર વોનો મામલો હવે રસપ્રદ વળાંક લઇ રહ્યો છે. નેતાની પ્રેમિકા રિદ્ધિ પરમાર તેમની પત્ની રેશમા પટેલ સામે હવે પોલીસમાં પહોંચી ગઇ. શુક્રવારે રિદ્ધિએ રેશમા સહિત અન્યો સામે ઘરમાં ઘૂસીનો ધમાલ મચાવવાનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી છે.
હવે રિદ્ધિએ પોલીસ ફરિયામાં જણાવ્યું કે આણંદ નજીક આવેલા મોતીકાકાની ચાલી પાસેની એક સોસાયટીમાં તેના ઘરમાં રેશમા પટેલ અને અન્ય લોકોએ ૩૧ મે ના રોજ રાત્રિના સુમારે જબરજસ્તીથી ઘરમાં ઘૂસીને માર મારી વીડીયો ઉતારીને બદનામ કરવામાં આવી છે.
રિધ્ધિ પરમારના જણાવ્યા મુજબ ભરતસિંહ સોલંકી સામાજીક કામે તેમના ઘરે આવ્યાં હતા. રેશ્માબેન પટેલ 5 થી 10 જેટલી વ્યક્તિઓ સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને ભરતસિંહ સોલંકી તેમજ મને માર મારીને બન્નેના વીડિયો મોબાઈલમાં ઉતાર્યા હતા. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર વાય. આર. ચૌહાણે જણાવ્યું હતું કે, તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.