પેટલાદ બેઠક પર 6 ટર્મ કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહેલા નિરંજન પટેલની ટિકિટ કપાતા નારાજગી પ્રર્વતી રહી છે. ભરતસિંહ સોલંકીઅે જ્ઞાતિવાદ ચલાવી ટિકિટ કાપીને દગો કર્યો હોવાનો બળાપો નિરંજ પટેલે ઠાલવ્યો હતો.પેટલાદ બેઠક પર કોંગ્રેસના નિરંજન પટેલ 2002ને બાદ કરતા 6 ટર્મ ધારાસભ્ય ચૂંટાયા હતા. જો કે અા વખતે ભરતસિંહે અા બેઠક પરથી લડવાની ઇચ્છા બતાવતા કોકડું ગુંચવાયું હતું. મનોમંથન બાદ મોવડી મંડળે વચલો રસ્તો કાઢી નવા ચહેરાને ટિકિટ ફાળવી છે. જેને લઇને ધારાસભ્ય નિરંજ પટેલ અને તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઇ છે.
ગુરુવારે અેક વાતચીતમાં ધારાસભ્ય નિરંજન પટેલે જણાવ્યું હતું કે, ભરતસિંહે માત્રને માત્ર જ્ઞાતિવાદના સમીકરણ અાગળ કરીને ટિકીટ કાપી છે. જે દગા સમાન છે. ભરતસિંહ સોલંકી કે કોંગ્રેસે મને પ્રેમથી ખસી જવાનું કહ્યું હોત તો હું ખસી ગયો હોત તેમ છતાં મારી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી મે પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે.
6 માસ અગાઉ હું ભરતસિંહ સોલંકીને મળ્યો ત્યારે મેં તેમને કહ્યું હતું કે તમારે આ બેઠક પરથી લડવું હોય તો હું પ્રેમથી ખસી જવું ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમારે લડવાનું છે. આ રીતે સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રભારીઓને જણાવ્યું હતું કે મારે આ વખતે ચૂંટણી લડવી નથી. બીજાને તક આપો ત્યારે પણ તેઓએ પણ તમારે 7મી વખત લડવાનું છે તેમ જણાવ્યું હતું અને પસંદગીનો સમય અાવ્યો ત્યારે ફરી ગયા હતા. આ અંગે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનું મંતવ્ય જાણવા સંપર્ક કરાતા થઈ શક્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.