• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Bharat Singh, A Bermuda jersey bearer, Opened The Door Of The Girl's House, Creating A 'filmy Drama', His Wife Grabbed The Fan.

'ભરતલીલા’:યુવતીના ઘરનો દરવાજો બરમૂડા-જર્સીધારી ભરતસિંહે ખોલતાં ‘ફિલ્મી ડ્રામા’ સર્જાયો, પત્નીએ ફેંટ પકડી લીધી; વીડિયો વાઇરલ થયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવતીના ઘરે સર્જાયેલા ડ્રામાનો કથિત વીડિયો વાઇરલ થયો. - Divya Bhaskar
યુવતીના ઘરે સર્જાયેલા ડ્રામાનો કથિત વીડિયો વાઇરલ થયો.
  • 69 વર્ષીય કોંગી નેતા ભરતસિંહ સોલંકીને તેમના પત્નીએ જ 24 વર્ષીય યુવતી સાથે રાત્રે બંગલામાંથી પકડ્યાં
  • વિદ્યાનગરમાં ભરતસિંહ સોલંકી યુવતી સાથે આઇસક્રીમ ખાવા ગયા ત્યારે પત્નીએ પીછો કર્યો
  • ભરતસિંહ યુવતીના બંગલામાં ઘૂસ્યાં અને થોડીવારમાં પત્ની યુવતીના ઘરે પહોંચી જતાં મારામારી
  • પોલીસ બોલાવોની ભરતસિંહ બૂમો પાડતા રહ્યા અને તેમની પત્નીએ યુવતીને પણ વાળ ખેંચી ધોઈ નાખી

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ 69 વર્ષીય ભરતસિંહ સોલંકી ફરી એકવાર પત્ની સાથેના વિવાદમાં ચર્ચાનો મુદ્દો બન્યા છે. મંગળવારે રાત્રે ભરતસિંહ સોલંકીને તેમનાં પત્નીએ વિદ્યાનગર ખાતે રહેતી 24 વર્ષીય યુવતીના બંગલામાંથી પકડ્યા હતા. ભરતસિંહનો પીછો કરતી તેમની પત્ની રેશમા પટેલે યુવતીના ઘરે પહોંચી દરવાજો ખખડાવ્યો હતો ત્યારે ભરતસિંહે જાતે જ બરમૂડા અને જર્સીમાં દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાં જ પત્નીએ તેમની ફેંટ પકડી લીધી હતી અને ભારે હોબાળો થયો હતો.

આણંદ-વિદ્યાનગર રોડ પર મંગળવારે રાત્રે રેશમા પટેલ નીકળ્યા ત્યારે તેમણે ભરતસિંહને 24 વર્ષીય યુવતી સાથે આઇસક્રીમ ખાતા જોયા હતા, જેથી તેમણે પોતાના કેટલાક પરિચિત લોકોને ફોન કરી બોલાવી દીધા હતા અને ત્યાર બાદ તેમનો પીછો કર્યો હતો. ભરતસિંહ અને તે યુવતી બંને એકસાથે આશ્રય સોસાયટીના બંગલા નં. 55માં ગયાં હતાં. થોડીવાર પછી રેશમા પટેલ પણ ત્યાં પહોંચ્યાં હતાં અને દરવાજો ખખડાવ્યો હતો.

ભરતસિંહ દરવાજો ખોલવા આવ્યા ત્યારે તેમની પત્નીને ઊભેલી જોઈ તેઓ ચોંકી ગયા હતા. પત્નીને બંગલામાં અંદર પ્રવેશ ન આપવા પ્રયાસ કર્યો ત્યારે તેમણે તેમની ફેંટ પકડી લીધી હતી. જેથી ભરતસિંહે પોલીસ બોલાવોની બૂમો પાડી હતી. જોકે આ સમયે રેશમાબહેન સાથે આવેલા લોકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. મામલો એટલે સુધી ગંભીર બની ગયો હતો કે ભરતસિંહ અને તેમનાં પત્ની વચ્ચે મારામારી અને ગાળાગાળી પણ થઈ હતી.

ત્યાર બાદ ભરતસિંહનાં પત્નીએ યુવતીના વાળ ખેંચી તમાચો માર્યો હતો. યુવતી મોઢું સંતાડતી રહી હતી. બીજી તરફ ભારે હોબાળો થતાં સ્થાનિક લોકો પણ ભેગા થઈ ગયા હતા અને કેટલાક કોંગ્રેસી કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. જોકે ઘટના સમયે ઉતારેલો કથિત વીડિયો બુધવારે સવારથી જ વાઇરલ થયો હતો. સમગ્ર ઘટના અંગે પૂછવા ભરતસિંહનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. યુવતીના ઘરને બિલ્ડરે તાળું મારી દીધું હતું.

કથિત વીડિયોમાં પત્નીએ યુવતીને કહ્યું, ‘તું મારા પતિને લઈને બેઠી છું, તને નહીં છોડું’
સોશિયલ મીડિયામાં ચારેક વીડિયો વાઈરલ થયા છે, જે પૈકીના એકમાં રેશમા પટેલ આ યુવતીને એમ પણ કહે છે કે, ‘તું મારા ધણીને લઈને બેઠી છે... તને નહીં છોડું..’ આ ઉપરાંત તેના વાળ ખેંચીને ‘આનો વીડિયો ઉતારો.. તારું મોઢું બતાવ’ એમ કહેતાં રહે છે. જોકે યુવતી પોતાનો ચહેરો છુપાવવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરે છે. એ વખતે રેશમા પટેલ સાથે રહેલી એક વ્યક્તિ યુવતીને એમ પણ કહે છે કે આ ધંધા સારા નથી. એક ક્લિપમાં રેશમા પટેલ યુવતીને એમ કહેતાં પણ સાંભળી શકાય છે કે ‘તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ એવી જ દશા તારી પણ થશે.’ યુવતી રેશમા પટેલને આન્ટી કહીને બોલાવતી હોવાનું વીડિયોમાં સાંભળવા મળે છે, જેના જવાબમાં રેશમા યુવતીને કહે છે, ‘તું મને આન્ટી કહે છે, તો પેલો (ભરતસિંહ) તારો દાદો ના થયો.’

બિલ્ડરે યુવતીના ઘરના નળ અને ગટર જોડાણ કાપી નાખ્યા
આણંદ-વિદ્યાનગર આવેલી આશ્રય સોસાયટીના મકાન નં.55માં યુવતી રહે છે. આ ઘર ભરતસિંહ સોલંકીએ અપાવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે ભરતસિંહનો ઘટના અંગે પૂછવા માટે સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહતો, પરંતુ જે સોસાયટીમાં બબાલ થઈ હતી એેને કારણે આસપાસના સ્થાનિક રહીશોને ભારે હેરાનગતિ થઈ હતી, જેથી સોસાયટીના રહીશોએ પણ વાંધો ઉઠાવ્યો હતો. એને કારણે હાલમાં યુવતીના ઘરનું ગટર અને નળ જોડાણ કાપીને ઘરને તાળું મારી દીધું હોવાનું આશ્રય સોસાયટીના બિલ્ડર નરેશ રાઠોડે જણાવ્યું હતું. જોકે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ઘરની માલિક યુવતી પોતે છે, પરંતુ સ્થાનિક રહીશોને તેના થકી કોઈ અગવડતા ભવિષ્યમાં નહીં પડે એવી બાંયધરી આપશે પછી જ તેનું ઘર ખોલવા દેવામાં આવશે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે યુવતીને આણંદની કંપનીમાં નોકરી પણ ભરતસિંહે જ અપાવી છે. બંગલો અને કાર પણ તેમણે જ અપાવ્યા હોવાની ચર્ચા છે. આણંદ ખાતેના જ એક સામાન્ય પરિવારની આ યુવતી કોંગ્રેસના કાર્યકર તરીકે હતી. ત્યારે થોડા વર્ષો અગાઉ ભરતસિંહ સોલંકી સાથે પરિચયમાં આવી હતી અને પછી તેઓ એકબીજાને વધુ જાણતા થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પત્નીએ કહ્યું, ‘હવે વ્યભિચાર છોડો, આપણે બંને આગળનું ભૂલી સાથે જીવન વિતાવીએ’
હું મારા પતિને શોધી રહી હતી. વિદ્યાનગર રોડ પર તેમણે તેમને યુવતી સાથે આઇસક્રીમ ખાતા જોયાં હતાં. પછી તેમનો પીછો કરી સમજાવવા માટે ગઈ હતી. હવે વ્યભિચાર છોડો, આપણે બંને આગળનું ભૂલી જઈ સાથે જીવન વિતાવીએ, પરંતુ તેઓ માનતા નથી. કાયદેસરની પત્ની હોવા છતાં મને કંઇ આપતા નથી. આ યુવતીને બંગલો, કાર લઈ આપ્યા છે. હું તેમની સાથે જીવન વિતાવવા તૈયાર છું. - રેશમાબેન પટેલ, ભરતસિંહ સોલંકીનાં પત્ની.

અન્ય સમાચારો પણ છે...