વિરોધ:ભાલેજ દૂધ મંડળી દ્વારા છૂટક દૂધ વેચાણ બંધ કરાતાં હાલાકી

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ 500 લિટર દૂધ વેચાતુ હતું : સભાસદોએ વિરોધ કરતા બંધ કર્યું

ભાલેજ દૂધ મંડળી દ્વારા બે દિવસથી છૂટકમાં દૂધ વેચાણ બંધ કરી દેતા અનેક જરૂરિયાત મંદ લોકોને મુશ્કેલીમાં મુકાવવાની વારો આવ્યો છે. દૂઘ જેવી જરૂરિયાત માટે બજારમાં પણ છૂટક વેચાણ ન થતા લોકોને મંડળીના નિર્ણયથી નારાજગી ફેલાઇ જવા પામી છે.

જમીન વિહોણા કે ઘણા નોકરિયાત વર્ગને પશુપાલન કરવું પરવડે તેમ ન હોવાથી તેઓ જે તે ગામની દૂધ મંડળીમાંથી ઘર વપરાશ માટે દૂધ ખરીદ કરતા હોય છે. દૂઘ મંડળી પણ છૂટક દૂધ વેચાણ કરીને આવક ઊભી કરે છે.ભાલેજની દૂધ મંડળીમાં બે દિવસથી છૂટક દૂધનું વેચાણ મનસ્વી રીતે બંધ કરવા ને પગલે અનેક લોકોને પશુ પાલકોનો સંપર્ક કરીને દૂધ માટે વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.

આ અંગે મંડળીના સેક્રેટરી સતાર ભાઈ મલેકે જણાવ્યું હતું કે દરરોજ છૂટકમાં મંડળી દ્વારા 500 લિટર કરતા પણ વધુ દૂધનું વેચાણ કરવામાં આવતું હતું. આ અંગે મંડળીના સભાસદો એ જ વિરોધ કરીને છૂટક દૂધ વેચાણ બંધ કરવા માંગ કરી હતી. ગાય ભેંસનું દૂધ અમૂલ ડેરીમાં ભેગુ જાય છે. પરંતુ ગાયના દૂધ સાથે ભેંસના દૂધમાં ઘટાડો થતાં ફેટ પર અસર પડી છે. જેના કારણે આર્થિક આવક પણ ઘટે છે. સભાસદોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...