તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વિદ્યાનગરમાં અંગત અદાવતે ભાદરણના યુવાન પર હુમલો, પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિદ્યાનગરના સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે શનિવાર રાત્રે અંગત અદાવતને લઈને ભાદરણના યુવાન પર 6 શખ્સોએ લાકડીઓથી હુમલો કરીને માર માર્યો હતો. ભાદરણના પ્રતાપપુરા ખાતે રહેતો હાર્દિક ઉર્ફે રાહુલ મુકેશબાઈ રબારી વિદ્યાનગરમાં અભ્યાસ કરતો હતો.ત્યારે શનિવાર રાત્રીના દશેક વાગ્યાના સુમારે હાર્દિક પોતાની કારમાં મિત્ર પ્રતિક સાથે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવ્યો હતો. તે દરમિયાન બાઈકો ઉપર વનરાજ મધુભાઈ રબારી,રાહુલ મધુભાઈ રબારી, વિજયભાઈ જકશીભાઈ રબારી, મિહીર રબારી, હરીશ ઉર્ફે લાલો રબારી લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અંગત અદાવતના પગલે હાર્દિકને તું વિદ્યાનગરમાં કેમ આવ્યો તને આવવાની ના પાડી નથી. તેમ જણાવીને લાકડીઓથી હુમલો કરી દીધો હતો. હાર્દિકના બાવડા,પગની પાની, બરડામાં તેમજ શરીરે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે હાર્દિક રબારીઅે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતાં પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો