પ્રવેશ પરીક્ષા:ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.9માં પ્રવેશ માટે વિદ્યાલય ખાતે 11મી ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાદરણ સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધો.9ની પ્રવેશ પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાશે. આ અંગે વાલીઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ડાઉનલોડ કરવા સુચના આપવામાં આવી છે અને વધુ માહિતી માટે વિદ્યાલયનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે.

ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યના જણાવ્યા પ્રમાણે ધોરણ 8માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2023-24માં ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા હોય, તે વિદ્યાર્થીઓ માટે 11 ફેબ્રુઆરી,22ને શનિવારના રોજ ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા ફક્ત ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના એક જ કેન્દ્ર પરથી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...