આણંદ જિલ્લાનું ગૌરવ:ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની દિલ્હી ‘NCC રીપબ્લિક ડે કેમ્પ 2023’ માટે પસંદગી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં 9 માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉત્સવ રોહિતની દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાતા ‘એન.સી.સી. રીપબ્લિક ડે કેમ્પ 2023’ માટે પસંદગી કરવામાં આવી છે.

આ કેમ્પમાં ભારત સરકારના એન.સી.સી.વિભાગ દ્વારા દેશના તમામ રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અંદાજે 2000 વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને દિલ્હીના રાજપથ પર યોજાતી પરેડ માટે તૈયાર કરવામાં આવે છે. જેમા એન.સી.સી.4, ગુજરાત બટાલીયન, વલ્લભ વિધાનગર આણંદના જુનીયર વિભાગમાંથી ઉત્સવ રોહીતની પસંદગી થવા પામી છે. તેઓ પ્રી આર.ડી.સી કેમ્પ માટે અમદાવાદ ગયા હતા અને ત્યાંથી તેમની પસંદગી દિલ્હીના આર. ડી. સી કેમ્પ માટે થઇ છે.

આ તબક્કે ઉત્સવ રોહીતને અભિનંદન પાઠવી આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું હોવાનું જણાવી ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય ડો. મુનિરમૈયા તથા એમ. સી. સી. ઓફિસર રૂપેશ પટેલે વિદ્યાર્થી ઉત્સવ રોહીતને આ પ્રક્રીયા માટે તૈયાર કરનાર 4 ગુજરાત બટાલીયનના કમાન્ડીંગ ઓફીસર, એડ્મિન ઓફીસર, જે.સી.ઓ. હરજિદર તથા તમામ પી. આઈ.સ્ટાફનો માર્ગદર્શન અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...