રાજયના માધ્યમ વિભાગના શિક્ષકો ફિકસ પગારના શિક્ષકોને 5 વર્ષની સેવાને સળંગ ગણવા સહિતની 8 માંગણી માટે છેલ્લા 1 વર્ષથી સરકાર સામે લડત ચલાવી રહ્યાં હતાં. રાજય સરકારે માધ્યમિક વિભાગના શિક્ષકોની તમામ માંગણી નિરાકરણ લાવીને સત્વરે તેનો લાભ આપવાની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુભાઇ વઘાણી કરતાં શિક્ષકો આનંદ છવાઇ ગયો છે. આણંદ-ખેડા જિલ્લા શૈક્ષણિક સંધ દ્વારા ઢોલ નગરા સાથે ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો.
રાજયના માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકો દ્વારા છેલ્લા કેટલાંક સમયથી ફિકસ પગારમાં નિમણૂંક પામેલ ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો સહિત બિનશૈક્ષણિક સ્ટાફના સહાયક કર્મચારીઓને 5 વર્ષની સેવાને સળંગ ગણવા, પરિણામ આધારિત ગ્રાન્ટની ફાળવણીની નીતિ જૂની પધ્ધતિ પ્રમાણે કરાશે, વિદ્યાર્થીઓના પરિણામ સુધારવા માટે શિક્ષકો શાળાના સમય પહેલા અને પછીના સમયમાં શિક્ષણ અપાશે, માધ્યમિક શાળામાં ત્રણનું મહેકમ હતું ત્યાં એક વધારાના શિક્ષકની ફાળવણી કરવા સહિતની 8 માંગણી શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી છે.
જેથી આણંદ -ખેડા જિલ્લાના 2હજારથી વધુ શિક્ષકોને તેનો લાભ મળશે. જેને લઇને આણંદ જિલ્લા શૈક્ષણિક સંધ સંકલન સમિતિ દ્વારા આણંદ હાઇસ્કુલમાં રામકૃષ્ણ સેવા મંડળના ચેરમેન જયોત્સાનાબેન પટેલની ઉપસ્થિતીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.ઢોલ નગરા સાથે ફટાકડા ફોડીને શિક્ષકોએ આનંદ વ્યકત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.