તૈયારી:ઇસ્કોન મંદિરમાં રથયાત્રા કાઢવા માટે આખરી ઓપ આપવાનું શરૂ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 75 હજાર ઉપરાંત પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12મી જુલાઈએ પરંપરાગત રીતે કાઢવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. ત્યારે વિદ્યાનગર ઇસ્કોન મંદિરે ચાલુ વર્ષે 17મી રથયાત્રા કાઢવા માટે આજથી તડામાર તૈયારી અત્યારથી આરંભી દેવામાં આવી હતી.આગામી 4 જુલાઈથી 75 હજાર ઉપરાંત પ્રસાદના પેકેટ સહિત રથ તૈયાર કરવાની કામગીરીઓ આરંભી છે.

આ અંગે ઇસ્કોન મંદિરના યુગઅવતાર ગોરદાસે જણાવેલ કે વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા સતત 16 વર્ષથી આણંદ વિદ્યાનગરમાં નગરજનો દર્શન કરી શકે તે માટે ભગવાન જગનાથની રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. જો કે ગતવર્ષે કોરોના પગલે રથયાત્રા નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ચાલુવર્ષે કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો હોવાથી આગામી 12 મી જુલાઇ રથયાત્રા કાઢવા માટે તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. આમ વર્ષો બાદ રથયાત્રા રૂટ બદલવામાં આવ્યો છે. 4 જુલાઈથી 75 હજાર ઉપરાંત પ્રસાદના પેકેટ સહિત રથ તૈયાર કરવાની કામગીરીઓ આરંભાઇ છે. પ્રસાદ વિતરણ માટે 10 સેન્ટરો ઉભા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...