એ ગ્રેડ ધરાવતા આણંદ રેલવે સ્ટેશનની આગામી 5મી જાન્યુઆરી પશ્વિમ રેલવેના જનરલ મેનેજર ઇન્સ્પેકશન અર્થે આવનાર છે. ત્યારે આણંદ રેલવે સ્ટેશન ખાતે સાફસફાઇ સહિતની તમામ કામગીરીઓને યુધ્ધના ધોરણે આરંભી દેવાઇ છે. જો કે મંદ ગતિએ ચાલતી ફૂટ ઓવરબ્રિજની કામગીરી પોલ ખુલ્લી પડી ના જાય તે માટે તંત્ર રીતસરનું એડીચોટીનું જોર લગાવી દીધું હોય તેમ નજરે પડતાં મુસાફરો ઘડી બેઘડી આર્શ્ચયમાં મુકાઇ જવા પામે છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ રેલવે સ્ટેશનને એ ગ્રેડનો દરજ્જો છતાં સુવિધાના નામે મીડું જોવા મળી રહ્યું છે.
હાલમાં આગામી 5મી જાન્યુઆરી રાજયના પશ્વિમ રેલવે વિભાગના જનરલ મેનેજર આણંદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાત અર્થે આવનાર હોવાથી તૈયારીઓના ભાગરૂપે તંત્રએ આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. રેલવે સ્ટેશન ખાતે સાફસફાઇ અને ફૂટ ઓવરબ્રિજનુ બાકી કામ પુરુ કરવા સાથે કલરકામ સહિતની કામગીરીને આરંભી દેવામાં આવી છે. આ અંગે આણંદ રેલવે સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું. કે આગામી 5મી ડિસેમ્બરે રેલવેના જનરલ મેનેજર આવનાર છે. પરંતુ હજુ સુધી કોઇ શીડયુલ આપવામાં આવ્યો નથી. છતાં પણ તૈયારીઓના ભાગરૂપે સાફ સફાઇ રંગરોગાન કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.