તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉમરેઠ તાલુકાના બેચરી ગામના ખેડૂત ભગવતભાઇ પટેલ વર્ષોથી તમાકુનો પાક કરતાં હતા.પરંતુ છેલ્લા કેટલાંક સમયથી તમાકુના પાકમાં જોઇ તેટલું વળતરના મળતાં તેઓને નુકસાન વેઠવું પડતુ ંહતું. જેથી તેઓએ નવી ટેકનોલોજી પોતાના ખેતરમાં નવા પાક કરવાનો વિચાર આવ્યો હતો.તેઓ કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરતાં તેઓને મલ્ચીંગ ટેકનોલોજીથી સારી આવક મળે છે.તેની જાણ થઇ હતી.તેઓએ સૌ પ્રથમ આજથી 5 વર્ષ અગાઉ પોતાના એક ખેતરમાં ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ સાથે મલ્ચીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મરચાંની ખેતી કરી હતી. સાદી રીતે મરચાંની ખેતી કરતાં તેઓને 1500 મણ મરચા મળતા હતા.જયારે આ મલ્ચીંગ ટેકનોલોજી ખેતી કરતાં પહેલા વર્ષે 5000 હજાર મણ મરચા ઉતર્યા હતા.તેઓને ઓછા ખર્ચે વધુ આવક થઇ હતી.ત્યારબાદ તેઓ પોતાના તમામ ખેતરમાં મલ્ચીંગ પધ્ધતિ ખેતી કરવાનું શરૂ કર્યું છે.
ઉમરેઠના ભગવતભાઇ પટેલ જણાવ્યું હતું કે મરચાના ખેતરમાં પાણી વાળીને ખેતી કરવામાં આવે તો ભેજ વધી જતાં તેને પાકને અસર થાય છે.તેના કારણે ઉતારો ઓછો ઉતરે છે.તેમજ પાણીનો ખર્ચ વધુ આવે છે. જેથી સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો સાથે જઇને મલ્ચીંગ પધ્ધતિ અને ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અંગેની જાણકારી મેળવી હતી. ત્યારબાદ ખેતરમાં ડ્રીપ ઇરીગેશન માટે પ્લાસ્ટીક પાઇપ લાવીને થોડા થોડા અંતરે કાણાં પાડીને ખેતરમાં ખાડા કરીને નાંખવામાં આવી હતી. જેનાથી ખેતરમાં છોડને જોઇ તેટલુ પાણી મળી રહેતુ હતું.
તેમજ મલ્ચીંગ ટેકનોલોજી ઓર્ગેનીક વસ્તુઓનો ઉપયોગ કરીને જરૂરી છંટકાવ કરવામાં આવતા હતો. આ ટેકનોલોજીને કારણે મરચાના પાકને જીવાતથી બચાવી શકાય છે.તેમજ મરચાં છોટને જોઇ તેટલા પ્રમાણ જરૂરી તત્વો મળી રહે છે.જેથી તેના પર પાક વધારે ઉતરે છે. આ પધ્ધતિ અપનાવ્યા બાદ ખેતરમાં ખર્ચો ઓછો થયો હતો. જયારે આવકમાં ચાર ગણો વધારો થયો છે.
મલ્ચીંગ પધ્ધતિના કારણે ચારગણી આવક થઇ
દેશી પધ્ધતિ ખેતી કરતો સીઝનનો પાક 1500 મણ મરચાં ઉતારતો હતો.પરંતુ મલ્ચીંગ પધ્ધતિ અપનાવ્યા બાદ હાલમાં 5000 મણ મરચાં નો પાક ઉતરે છે.તેમજ તેની જાત ભરવાદાર હોવાથી ભાવ પણ સાર મળે છે. આમ મારી આવકમાં ચાર ગણો વધારો થયો હતો. રાજય સરકાર તરફથી બે એવોર્ડ પણ મળ્યા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.