તંત્ર નિંદ્રાધીન:આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય પક્ષોના બેનરો અને લખાણો યથાવત

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આચારસંહિતના અમલ બાદ તકેદારીનો અભાવ

વિધાનસભાની ચૂંટણી જાહેરથતાં જિલ્લા ક્લેકટર દ્વારા આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે અભિયાન હાથધર્યુ છે. જે અંતર્ગત શહેરોમાંથી રાજકીય પક્ષોના 1500થી વધુ પોસ્ટર હટાવી લેવામાં આવ્યાં છે. જયારે ગ્રામ વિસ્તારના જાહેરમાર્ગો પર રાજકીય પક્ષોના બેનરો અને પોસ્ટર યથાવત જોવા મળ્યાં રહ્યાં છે. ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ મોટાગામોમાં રાજકીય પક્ષોની લોભામણી જાહેરાતોના પોસ્ટર યથાવત જોવા મળી રહ્યાં છે.હાલ આણંદ જિલ્લામાં સાત જેટલી બેઠકો પર વિધાન સભાની ચૂંટણી માટે આયોજન થઈ રહ્યું છે

આ અંગે જાહેરનામું બહાર પાડવા નીસાથે ખાનગી,જાહેર માં લગાવેલ ચૂંટણી પ્રતીકો,બેનર ,વચનો આપતા લખાણો હટાવવા કવાયત હાથ ધરી હતી.જેમાં તંત્ર ની સૂચના બાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મળીને અંદાજે 1500 જેટલા બેનર પ્રતિક,લખાણ સહિત નું ચૂંટણી લક્ષી સાહિત્ય દૂર કરવામાં આવ્યું હતું .જોકે વાહનો પર લગાવેલ બેનર પ્રાઇવેટ માલિકી હોવાથી તેઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ના હોવાનું ચૂંટણી ઝોનલ અધિકારી જે.વી.દેસાઈ એ જણાવ્યું હતું જોકે સમગ્ર જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો આદર્શ આચાર સંહિતા નું પાલન કરવામાં તંત્ર ના ધ્યાન બહાર રહ્યું હોય તેવી સ્થિતિ અનેક જગ્યા એ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...