હડતાલ પુરી:ખાનગીકરણ મુદ્દે સતત બીજા દિવસે બેંકો બંધ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજથી બેંકો રાબેતા મુજબ શરૂ થશે

કેન્દ્ર સરકાર દ્વારા શિયાળુ સત્રમાં સરકારી બેંકોનું ખાનગીકરણ કરવાની દરખાસ્તના વિરોધમાં બેંક કર્મચારીઓએ બે દિવસની હડતાળ પાડતા કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર ખોરવાઇ ગયા હતા. એટીએમ મશીનો પર નાણાં લેવા માટે ભીડ જામેલી જોવા મળી હતી.

આણંદ બેંક ઓફ બરોડા એમ્પલોઇ એસો. ના દક્ષેશભાઇ દવેએ જણાવ્યું હતું કે આણંદ બેંક એસોશિએશનને ગ્રામ પંચાયતની ચૂંટણી અને કોરોનાનું બહાનું બતાવીને દેખાવો કરવાની પરવાનગી નહીં આપતાં આખરે જિલ્લાના તમામ બેંક એસોશિએશનના સભ્યોએ બે દિવસ સુધી નડિયાદ એસોસિએશન સાથે જોડાઇને વિરોધ કરીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. શનિવારે હડતાલ પુરી થતા તમામ બેંકો રાબેતા મુજબ ચાલુ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...