ગણેશ વિસર્જનની સમસ્યા:જીટોડિયા તળાવમાં વિસર્જન પર પાબંદી હવે મંડળોએ જાતે વિકલ્પ શોધવો પડશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદના તળાવોમાં પાણી નથી, તંત્રે કૃત્રિમ તળાવની સુવિધા ઉભી ન કરી

આણંદના જીટોડિયા તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ હોવાથી દરવર્ષે મંગળપુરા, જાગનાથ મહાદેવ, ચાવડાપુરા, સહિત મંડળો અને મોગરી, અંધારી ચોકડી , જનતા ચોકડી સહિતના મંડળો ગણેશ વિસર્જન માટે આવતાં હોય છે. દરવર્ષે નાની મોટી 500થી વધુ મૂર્તિઓનું વિસર્જન થાય છે. મોટાભાગની મૂર્તિઓ પીઓપીની હોવાથી તેમજ કેમીકલના કલર વપરાતો હોવાથી તળાવના પાણી દુષિત થતાં જળ પ્રાણીઓને મૃત્યુ માપવાના બનાવો બંને છે.

તેને ધ્યાને લઇને ગ્રામ પંચાયત દ્વારા જીટોડિયાના તળાવમાં નાની મોટી મૂર્તિઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના લઇને ગામ સહિત બોરસદ ચોકડીના વિસ્તારના મંડળો ને ગણેશની મૂર્તિઓના વિસર્જન માટે જાતે વિકલ્પ શોધવાનો વખત આવ્યો છે. દરેક શહેરમાં કૃત્રિમ તળાવની સુવીધા કરાય છે પરંતુ અાંણદમાં અા અંગે કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેને લઇને મંડળોમાં રોષા વ્યાપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જીટોડિયા તળાવમાં છેલ્લા દસ વર્ષથી બોરસદ ચોકડી, ચાવડાપુરા, મંગળપુરા,જાગનાથ મહાદેવ, અને મોગરી ગામના મંડળો દ્વારા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. છેલ્લા ત્રણેક વર્ષથી બોરસદ ચોકડી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી હોવાથી તેઓ આણંદ શહેરના તળાવો કે બાકરોલ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા જવા માટે જઇ શકાય તેમ નથી.

જેને લઇને તેઓ જીટોડિયા તળાવમાં મૂર્તિ વિસર્જન માટે જતાં હતા.ત્યારે જીટોડિયા ગ્રામ પંચાયત દ્વારા ચાલુવર્ષે તળાવમાં નાની મોટી માટી સહિતની કોઇ પણ પ્રકારની મૂર્તિઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને લઇને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ધાર્મિક લાગણી દુભાઇ નહીં તે માટે પ્રતિબંધ મૂક્યો
જીટોડિયા તળાવમાં છેલ્લા એક દાયકાથી આજુબાજુના ગામોના લોકો અને બોરસદ ચોકડી સહિતના મંડળો ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરાતું હતું. પરંતુ આ તળાવમાં ગટરનું ગંદુ પાણી લોકો છોડે છે.જેના કારણે ધાર્મકિ લાગણી દુભાય તેમ છે. તેમજ પીઓપીની મૂર્તિઓને કારણે તળાવનું પાણી વધુ દુષિત થતાં જળચર પ્રાણી નુકશાન થાય છે.તેને ધ્યાને લઇને મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. > મીનાબેન ચાવડા, સરપંચ,

નાની મૂર્તિના વિસર્જન માટે ગોયા તળાવ ભરાશે
આણંદ નગરપાલિકા દ્વારા શહેરના તળાવમાં પુરતા પ્રમાણ પાણી ન હોવાથી 3 ફૂટની મૂર્તિઓનું વિસર્જન થઇ શકે તેમ નથી. જેથી પાલિકા દ્વારા પાણી ભરવામાં આવશે. ત્રણ ફટ સુધીની નાની મૂર્તિઓ આ તળાવમાં વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે તેથી મોટીમૂર્તિઓ વિસર્જન બાકરોલ તળાવમાં કરવામાં ની વ્યવસ્થા કરવામાં આવી છે. > એસ કે ગરવાલ, ચીફ ઓફિસર, આણંદ

વિદ્યાનગર શહેરમાં આજે 80 મંડળો દ્વારા ગણેશ વિસર્જન યાત્રા કઢાશે
વિદ્યાનગરમાં વર્ષોની પરંપરા મુજબ 7 દિવસે ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. મંગળવારે 7 દિવસ થતાં હોવાથી શહેરના 80 મંડળો અને નગરજનો દ્વારા પ્રસ્થાપિત કરાયેલા ગણેશની ભાવભીની વિદાય આપવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.

જેમાં મંડળો દ્વારા ડીજે, બેન્ડ વાજા, અને ભજન મંડળીઓના તાલે વિસર્જન યાત્રા કાઢવા માટે તૈયારી આરંભી છે. આણંદ નગરપાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન માટે બાકરોલ ગામના તળાવમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે આણંદ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા તરાપો તૈયાર કરી દેવામાં આવ્યાં છે. મોટી મૂર્તિઓ વિસર્જન માટે મોટા તરાપ તૈયાર કરવામાં આવ્યાં છે

અન્ય સમાચારો પણ છે...