ચૂંટણીલક્ષી કામગીરી:આજે મતપેટીઓ મતદાન મથકોએ રવાના કરાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીલક્ષી કામગીરી માટે માસ્ટર પ્લાન તૈયાર

આગામી 19મી ડિસેમ્બરે આણંદ જિલ્લાની અન્ય તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતો સાથે આણંદ તાલુકાની પંચાયતોમાં પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે તાલુકા તંત્રે તમામ તૈયારીઓને આખરો ઓપ આપ્યો છે. આવતીકાલે શનિવારે વહેલી સવારે આણંદ શહેરની ડી. એન. હાઇસ્કુલમાં વિવિધ ટુકડીઓ રવાના કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણી વિભાગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીલક્ષી કામગીરી અંતર્ગત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ આણંદ તાલુકા માટે ઝોન ઓફિસર, આસિસ્ટન્ટ ઝોન ઓફિસર, રૂટ સુપરવાઇઝર તરીકે તલાટીઓની નિમણુંક કરવામાં આવી છે.

માસ્ટર સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓ પહોંચાડવાની કામગીરી માટે 14 કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. જો કે કંટ્રોલ રૂમ પર નાયબ મામલતદાર એસ. એમ .સેંઘવને જવાબદારી સોંપવામાં આવી છે. મતગણતરી માટે 13 ટેબલ ગોઠવીને 13 ગ્રામ પંચાયતોની મત ગણતરી હાથ ધરવામાં આવશે. આણંદ તાલુકાના 26 ગ્રામ પંચાયતની મતગણતરીમાં 14 કલાક જેટલો સમય લાગી શકે છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...