દુષ્કર્મ:બાકરોલની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આણંદના બાકરોલ ગામે રહેતા વિધર્મી યુવકે એક હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પરિણીતાને સાથે રાખવાની લાલચ આપી તેને અવાર નવાર બાકરોલ તળાવ પાસે લઇ જતો હતો અને ત્યાં દૂષ્કર્મ ગુજારતો હતો. બાદમાં તેને તરછોડી દીધી હતી. આ અંગે પરિણીતાએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

આણંદના બાકરોલ કોલોની ગામે રહેતો ઝુબેર ઇસ્માઇલ વ્હોરા રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરે છે. તેની રીક્ષામાં એક હિન્દુ પરિણીતા અવાર નવાર અવર જવર કરતી હતી. જેથી બન્ને વચ્ચે પરિચય થયો હતો. આ પરિચય દરમિયાન હિન્દુ પરિણીતાને પતિ સાથે મનમેળ ન હોવાનું સાતેક મહિના પહેલા ઝુબેરને જાણવા મળ્યું હતું. આથી, તેણે હિન્દુ પરિણીતા સાથે મીઠી મીઠી વાતો કરી તેને ભોળવી હું તને મારી સાથે લઇ જઇશ અને સાથે રાખીશ તેવી લાલચ આપી હતી. ઝુબેરની વાત સાંભળી હિન્દુ પરિણીતા ભોળવાઇ ગઇ હતી. આ તકનો લાભ લઇ ઝુબેર અવાર નવાર તેને રીક્ષામાં બેસાડી બાકરોલ તળાવ પાસે લઇ જતો હતો અને તેની મરજી વિરૂદ્ધ દૂષ્કર્મ ગુજારતો હતો.અલબત્ત, ત્રણેક મહિના પહેલા તેણે પરિણીતાને તરછોડી દીધી હતી.

આ અંગે પરિણીતાએ વિદ્યાનગર પોલીસ મથકે ઝુબેર વ્હોરા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ઝુબેરની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...