વિસર્જનની વ્યવસ્થા:આણંદની 600થી વધુ મૂર્તિના વિસર્જન માટે એક માત્ર બાકરોલ તળાવ વિકલ્પ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા અન્ય કોઇ વ્યસ્થા ન કરતાં મંડળોમાં નારાજગી જોવા મળી

આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં કોરોના બે વર્ષબાદ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યોછે. જેથી મોટા મંડળોની 150 થી વધુ અને પરિવારો તેમજ નાના મંડળોની મળીને 600 મૂર્તિઓને વિસર્જન માટે બાકરોલ તળાવ જ એક માત્ર આશરો રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા આણંદ શહેરમાં કૃત્રિમ કુંડની કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી.જેથી મંડળો સહિત સૌ કોઇને અગવડ પડી રહી છે. બાકરોલ તળાવમાં નાની મોટી મૂર્તિના વિસર્જન માટે બે મોટા તરાપ તથા એક ઇલેકટ્રીક બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. તરાપમાં મોટી મૂર્તિઓ લઇ જવાશે.

આણંદ શહેરની શોભાસમાન ગોયાતળાવ,લોટેશ્વર તળાવનું બ્યુટીફિકેશનના નામે ખોદકામ કર્યા બાદ છેલ્લા 5 વર્ષથી પાણી અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે ચાલુ વર્ષે 88 ટકા વરસાદ વરસ્યો હોવાછતાં ગોયા તળાવ, લોટેશ્વર તળાવમાં છીછરુ પાણી જોવા મળતાં આણંદ પાલિકા ગણેશ વિસર્જનનું બાકરોલ તળાવમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે નાની મૂર્તિ ગોયા તળાવમાં વિસર્જન કરવામાં દેવામાં આવશે. આણંદ શહેરના150 વધુ મંડળો, પરિવારોને ગણેશ વિસર્જન માટે એક માત્ર વિકલ્પ બાકરોલ તળાવનો રહ્યો છે. જેને લઇને ગણપતિ આયોજકોમાં ગણગણાટ ઉભો થયો છે. પાલિકા દ્વારા વ્યાયમ શાળા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બાકરોલ તળાવમાં બોટ સાથે તરવૈયાની ટીમો તૈનાત રખાશે
આણંદના ગણપિત આયોજકોને વિસર્જન માટે હાલાકીઓનો ભોગ બનવું ન પડે તે માટે નાની મૂર્તિઓ આણંદ ગોયા તળાવમાં તેમજ 3 ફૂટથી મોટા ગણપતિની મૂર્તિઓ બાકરોલ તળાવમાં વિસર્જન કરવાની વ્યવસ્થા કરી છે. કોઇ અનિચ્છનિય બનાવ બંને નહીં તે માટે ફાયરબ્રિગેડની ટીમો બોટ સાથે તૈનાત રખાશે. પોલીસ બંદોબસ્ત સહિત લાઇટોની વ્યવસ્થા ઉભી કરાશે. - એસ કે. ગરવાલ, ચીફ ઓફિસર, આણંદ

અન્ય સમાચારો પણ છે...