તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બાકરોલની N.R.I. મહિલાને પ્રેમીની પત્નીએ ધમકી આપી, પ્રેમસંબંધના બિભત્સ વિડિયો વાઈરલ કરીશ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નડિયાદના પરણિત યુવક સાથે પ્રેમસંબંધ ધરાવતી અને બાકરોલમાં રહેતી એનઆરઆઈ મહિલાને યુવકની પત્નીએ જાનથી મારી નાંખવાની તેમજ બિભત્સ વિડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતાં સમગ્ર મામલો વિદ્યાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મૂળ આફ્રિકાના તાન્જાનીયામાં રહેતી અને હાલમાં બાકરોલ ખાતે રહેતા સાહિન ઉર્ફે સોનુ મનોજ સોલંકીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીને છેલ્લાં ચારેક વર્ષથી નડિયાદના મિશન રોડ પર રહેતાં સમીર વિઠ્ઠલ ગોહેલ સાથે પ્રેમસંબંધ હતા. સમીર પરણિત છે અને તેની પત્નીનું નામ ગુંજન છે.

દરમિયાન, સમીરે સાહિને વિશ્વાસમાં લઈ પોતે જમીન લે-વેચનું કામ કરતો હોવાનું જણાવી તેની પાસેથી રૂપિયા પાંચ લાખ રોકડા અને 15 તોલા જેટલું સોનું લીધું હતું. જોકે, તે ઘણો સમય થવા આવ્યો હોવા છતાં પરત આપતો નહોતો. જેને પગલે મહિલાએ માંગણી કરી હતી. દરમિયાન, શુક્રવારે મહિલા તેના ઘરે હાજર હતી ત્યારે તેની પત્ની ગુંજન તેના ઘરે આવી હતી અને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી, તથા તેના પૈસા અને દાગીના પરત ન આપી તેનો બિભત્સ વિડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...