તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:જિલ્લામાં બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર 19 હજાર લોકોને રસી આપી પ્રથમ ક્રમે

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ મેફેર રોડ - Divya Bhaskar
આણંદ મેફેર રોડ
  • 4.44 લાખ પુરૂષ અને 4.11 લાખ સ્ત્રી મળીને કુલ 8.55 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

આણંદ જિલ્લામાં 15મી જાન્યુઆરીથી વેક્સિનની કામગીરીનો પ્રારંભ થયો હતો.જેમાં અત્યાર સુધીમાં 8.55 લાખ લોકોએ વેક્સિનનો લાભ લીધો છે. જિલ્લાના 351 ગામો વચ્ચે શરૂઆતમાં 234 કેન્દ્રમાં રસીકરણની કામગીરી ચાલતી હતી અને હાલમાં 70 કેન્દ્ર પર રસીકરણ ચાલી રહ્યું છે. છેલ્લા છ માસમાં સૌથી વધુ વેક્સિનનો લાભ શહેરીજનોઅે લીધો છે. ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનની કામગીરી હજુ પણ ધીમી ગતિએ ચાલી રહી છે.

જિલ્લાના ટોપ 10 કેન્દ્ર પર અત્યાર સુધીમાં 1.57લાખ લોકોએ રીસ મુકાવી છે.જેમાં શહેરી વિસ્તારના કેન્દ્ર પર 51 ટકા અને ગ્રામ્ય વિસ્તારના કેન્દ્ર પર 38 ટકા લોકોઅે રસી મુકાવી છે.આણંદ, વિદ્યાનગર અને કરમસદ શહેરની 6.34 લાખની વસ્તી સામે 3.60 લાખ લોકોએ વેક્સિન લીધી છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં 14.57 લાખની વસ્તી સામે માત્ર 5.10 લાખ લોકોએ વેક્સિન લીધી છે.

આમ શહેરી વિસ્તારમાં વેક્સિન મુકવામાં આણંદના બાકરોલ ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં અત્યાર સુધીમાં 19500 લોકોએ રસી લીધી હોવાથી સૌથી અગ્રેસર છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 11104 લોકોએ વેક્સિન લેતા ગ્રામ્ય વિસ્તારમાં સૌથી અગ્રેસર છે.

40% લોકોને વેક્સિનેશન થયું
આણંદ જિલ્લાની કુલ વસ્તી 21 લાખ ઉપરાંતની છે. જેમાં અત્યાર સુધીમાં 8,55,925 લાખ લોકોએ વેક્સિન લીધી છે.જેમાં પ્રથમ ડોઝ 6,53,845 અને બીજો ડોઝ 202080 લોકોએ વેક્સિન લીધી છે.જેમાં પુરૂષોએ 4,44,676 અને સ્ત્રીમાં 4,11,127 લાખ લોકોએ વેક્સિન લીધી છે. આમ જિલ્લામાં કુલ 40 ટકા લોકોઅે વેક્સિનનો લાભ લીધો છે.

ઉંમર પ્રમાણે વેક્સિનેશનના આંક
ઉંમરવેક્સિન
60 ઉપર2,80,456
45થી 602,52,412
18થી 443,23,057
કોવીડ સીલ્ડ7,72,020
કોવેક્સિન83,901

​​​​​​​

લક્ષ્યાંક સિદ્ધ કરવા દરરોજ મોડી સાંજ સુધી વેક્સિનેશનની કામગીરી
વિદ્યાનગર પીએચસીમાં અત્યાર સુધી 14500 વધુ લોકોએ વેક્સિન લીધી છે. તેવી રીતે બાકરોલ અર્બન હેલ્થ સેન્ટરમાં 19 હજાર વધુ લોકોએ રસી લાભ લીધો છે. તે માટે સ્થાનિક આગેવાનો, વિવિધ સેવા ભાવિ સંસ્થાઓની મદદથી લોકોને વેક્સિન કેન્દ્ર સુધી લાવીને વેક્સિન મુકવામાં આવી છે.તેમજ સ્થાનિક સ્ટાફ દ્વારા લક્ષ્યાંક વધે તે માટે દરરોજ મોડીસાંજ સુધી વેક્સિનની કામગીરી ચાલુ રાખવામાં આવતી હતી.> ડૉ રાજેશ પટેલ ,પીએચસી કેન્દ્ર ,વિદ્યાનગર

​​​​​​​

જિલ્લાના ટોપ ટેનમાં સમાવિષ્ટ થતાં વેક્સિન કેન્દ્ર
કેન્દ્રરસીકરણ
બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર19347
પેટલાદ અર્બન હેલ્થ સેન્ટર18261
પીપીયુિનટ આણંદ મેફેર રોડ17938
રામકુષ્ણ નહેરૂબાગ17362
કરમસદ પ્રા.આરોગ્ય.કેન્દ્ર15,420
નાવલી પ્રા.આરોગ્ય.કેન્દ્ર14995
વિદ્યાનગર પીએચસી14578
ગણેશ ચોકડી યુએચસી કેન્દ્ર14501
લાલદરવાજા યુએચસી ઉમરેઠ12411
માછીપુરા યુએચસી ખંભાત12283
કુલ1,57,096

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...