હુમલો:ખડોલ (હ)માં ખેતરમાં પાણી વાળવા બાબતે કુહાડીથી હુમલો

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંકલાવા તાલુકાના ખડોલ (હ) માં ખેતરમાં પાણી વાળવા બાબતે કુહાડીથી હુમલો કરવામાં આવતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.આંકલાવના ખડોલ (હ)માં રહેતા હિતેશકુમાર રાજ ગામની રાજનગર સીમ વિસ્તારમાં ચિરાગ દિલીપસિંહ રાજ, વિજય ચંદુ રાજ અને દિલીપસિંહ ચંદુ રાજ સાથે તેમને ખેતરમાં પાણી વાળવા બાબતે ઝઘડો થયો હતો.

ઝઘડો ઉશ્કેરાટમાં પરિણમ્યો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા શખસોએ તેમના પર કુહાડીથી હુમલો કરી, માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવમાં હિતેશભાઈને ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે ચિરાગભાઈ રાજ સહિત ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...