તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિયાન:દાંડી માર્ગ પર સોલ્ટ યાત્રા દ્વારા કોરોના સામે જાગૃતિ અભિયાન, સાઇકલ પર 4 દિવસમાં 355 કિલોમીટરની યાત્રા કરશે

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજે જ્યારે સમગ્ર વિશ્વ કોવીડ-19ની મહામારીના પ્રકોપમાં છે.ત્યારે સામાજીક અંતર, માસ્ક અને સ્વચ્છતા તેમજ ગાંધીજીની વિચાર ધારાઆેને આજની પેઢીમાં જીવંત રાખવાના ઉદ્દેશથી ગો ધાર્મિક જૂથ દ્વારા દાંડી યાત્રાને એક નવું રૂપ આપીનેના જૂથના ચાર સાહસીક યુવાનો દાંડી માર્ગ પર સોલ્ટ રાઈડ (સાઈકલ યાત્રા) થકી સમાજમાં જાગૃતિની નવી કોશિશ કરવામાં આવી રહી છે.

આ અંગે ગો ધાર્મિક જૂથના સભ્ય અને વાસદ ખાતે રહેતાં અવિનાશ સરદાનાઅે જણાવ્યું હતું. આજ કાલ લોકો પોતાની જાતને ગાંધીવાદી કહેવડાવવા માટે ગાંધી ટોપી ધારણ કરે છે. પણ ખરેખર તો ગાંધીવાદી કહેવડાવવા માટે ગાંધીની વિચારધારા ધારણ કરવી પડે, તેમનો સત્ય અને અહિંસાના પાયાના સિદ્ધાંતોને જીવનમાં ઓતપ્રોત કરવા પડે, તેમજ ગાંધીજીએ ચીંધેલા માર્ગે ચાલવું પડે,ત્યારે ગાંધીજીની આજ વિચાર ધારાને પુનઃ જીવંત કરવાના ઉદ્દેશથી દાંડી માર્ગપર સોલ્ટ રાઈડ યાત્રાનો પ્રારંભ ૩જી ડિસેમ્બરે સાબરમતી આશ્રમ અમદાવાદથી શરૂઆત કરી છે.

ગો ધાર્મિક જૂથ દ્વારા દર વર્ષે સાબરમતી આશ્રમથી દાંડી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.જેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા,ગો ગ્રીન ક્લાઇમેટ, ભાવિ પેઢી ને ખનીજો અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર તંદુરસ્ત પર્યાવરણ મળે, દરેકને શિક્ષણ મળે માટે લાઇબ્રેરીની સ્થાપનાઓ અને બાળકોના સ્વાસ્થ્ય ને પ્રાધાન્ય આપવા ફીટ ઇન્ડિયા નો સંદેશ આપવાનો રહેતો હોય અને હકીકતમાં તો ગાંધીજી પણ તેમના સ્વપ્નના ભારતમાં આવું જ કંઈક ઇચ્છતા હતા. આ ઉદ્દેશનું પ્રચાર-પ્રસાર કરવા માટે દર વર્ષે ની જેમ ચાલુ વર્ષે પણ ગો ધાર્મિક જૂથ દ્વારા સોલ્ટ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગો ધાર્મિક જૂથના ચાર યુવાનો અવિનાશ સરદાના (વાસદ),સાહિલ જેક્સન (વડોદરા), રાહુલ રાજગોપાલ (વડોદરા),રીન્કુ ખુસવા (મધ્યપ્રદેશ) દ્વારા સમાજમાં જાગૃતિની નવી કોશિશ કરવામાં આવી રહી છે. આમ ચાર દિવસમાં 355 કિલોમીટરની સાયકલ યાત્રા કરવામાં આવશે. યાત્રા દરમિયાન વચ્ચે વચ્ચે ગામમાં રોકાણ કરી નાગરિકોને સફાઈનું મહત્વ, પર્યાવરણનું મહત્વ, શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવશે. આની સાથે સાથે હાલના સમયમાં કોવિડ -19 સામેના યુદ્ધમાં માસ્ક પહેરવું, હાથ સેનેટાઈઝ કરવા અને યોગ્ય અંતર રાખી મુલાકાત કરવી અથવા વાતચીત કરવી જેવા સંદેશાઓ પણ નાગરિકોને આપશે જેથી કરીને દરેક નાગરિક કોવિડ -19 સામેની લડાઈ જીતી જિંદગીને આગળ વધારી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો