કમને કાર્યવાહી:આણંદમાં BU પરમિશન-ફાયર સેફ્ટી વિનાની 92 ઇમારતો સામે અવકુડાના આંખ આડા કાન

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટે આદેશ કરતા હોટલ બ્લ્યૂ આઇવીને સીલ કરવી પડી
  • એક વર્ષ અગાઉ ઇમારતોને નોટિસ આપી હતી, ત્યારબાદ કોઇ કાર્યવાહી નહીં

અાણંદમાં બીયુ પરમિશન વિના ચાલતી હોટલ બ્લ્યૂ અાઇવીને હાઇકોર્ટના અાદેશને પગલે દોઢ વર્ષ બાદ અવકુડાઅે સીલ કરી છે. બીજી તરફ શહેરમાં 92 ઇમારતોનો બી યુ સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી વિના વપરાશ ચાલુ કરી દેવાયો છે. પરંતુ માત્ર નોટિસ અાપી સંતોષ માનતા તંત્રે અેક વર્ષ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. જેની પાછળ અવકૂડાની અાંખ અાડા કાન કરવાની નીતિ જવાબદાર છે. ગત વર્ષે હાઇકોર્ટના આદેશ બાદ રાજય સરકારે ફાયર એનઅોસી અને બીયુ પરમિશન વિનાની ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આદેશ આપ્યો હતો.

જેતે વખતે અવકૂડા કચેરી દ્વારા આણંદ, વિદ્યાનગર, કરમસદમાં લાંબા સમયથી બીયુ પરમિશન નહીં ધરાવતી 40 ઇમારતોને નોટીસ ફટકારી હતી. જયારે શહેરમાં 92 ઇમારતો પાસે ફાયર સેફટી કે બીયુ પરમિશન વગર ધમધમી રહી છે. તેમ છતાં એક વર્ષ દરમિયાન કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. બ્લ્યુ આઇવી હોટલ કેસ હાઇકોર્ટમાં જતાં હાઇકોર્ટના આદેશથી બીયુ પરમિશન ન હોવાને કારણે સીલ કરવામાં આવી છે.

ત્યારે શહેરમાં અનેક તર્કવિર્તક થઇ રહ્યાં છે.આણંદ,વિદ્યાનગર અને કરસમદ શહેરી વિકાસ કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ શહેરમાં બીયુ પરમિશન અને ફાયર સેફટી વિનાની ઇમારતોને 1 વર્ષ અગાઉ નોટીસ પાઠવીને બીયુ પરમિશન મેળવી લેવા જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ એક વર્ષ ઇમારતોના માલિકોએ બીયુ પરમિશન મેળવી છે કે નહીં તે જોવાની તસ્દી પણ તંત્રે લીધી ન હતી. માત્ર નોટીસ પાઠવીને સંતોષ માન્યો હતો.

ઘણી બિલ્ડીંગો બીયુ પરમિશન વગર ધમધમે છે
ગતવર્ષે ફાયર બનાવો વધી જતાં હાઇકોર્ટના આદેશ અનુસાર રાજય સરકારે ફાયર એનઓસી અને બી યુ પરમિશન માટે તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યા હતા. જેમાં આણંદ શહેરમાં કેટલીક હોટલો, હોસ્પિટલો, શાળાઓ , પાલિકાના કોમ્યુનીટી હોલ સહિત બીયુ પરમિશન નહીં હોવાનું રીપોર્ટ તંત્ર કરવામાં આવ્યો હતો .ત્યારબાદ અવકુંડા દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં 92 થી વધુ ઇમારતો બીયુ પરમિશન નહીં હોવાનું આધારભૂત વર્તુળોએ જણાવ્યું હતું.

બીયુ પરમિશન ચકાસીને આપવામાં આવે છે
આણંદ શહેરમાં વર્ષો જૂની બિલ્ડીંગો છે. અવકુડા 2012માં અમલમાં આવ્યું છે. હાલમાં બીયુ પરમીશમ માંગવામાં આવે તો તેઓને નકશા મુજબનું બાંધકામ તપાસીને આપવામાં આવે છે. બાંધકામ યોગ્ય ન જણાય તો તેને દૂર કરવા જણાવાય છે. -> વિમલ બારોટ, પ્રાંત અધિકારી

અન્ય સમાચારો પણ છે...