રોષ:બોરસદ વનતળાવમાં ફરી એકવાર પાણી ભરાતાં સ્થાનિકોને ઉજાગરા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા કલેકટરની સૂચનાને પણ જિલ્લા કાંસ વિભાગે ધ્યાને ન લેતાં રોષ

આણંદ જિલ્લામાં પણ વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઇ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક તંત્રને ચોવીસ કલાક હેડ ક્વાર્ટર પર રહેવા અને તમામ તકેદારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે બીજી તરફ બોરસદના વન તળાવ વિસ્તારમાં ગત રાત્રે ફરી વાર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

પરંતુ સ્થાનિક તંત્ર મીઠી નીંદર માણી રહ્યું હતું ત્યારે જિલ્લાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અહીંયા નિસ્ફળ ગયો હોવાનું સામે આવ્યું છે.વરસાદ રોકાઈ ગયા બાદ પણ વરસાદી પાણીના નિકાલના કાંસને સાફ કરવામાં ન આવતા સોમવારે મધ્યરાત્રિના સુમારે ધોધમાર વરસાદને લઇ અહીંયા પાણી ભરાઈ જતાં લોકોને આખી રાત ઉજાગરા કરવા પડ્યા હતા.

કસારી તળાવ તરફ જતા કાંસ પર લોખંડની જાળી પતરા મારનાર સામે કોઈ કાર્યવાહી કરાતી નથી
કસારી ગામે આવેલ મત્સ્ય ઉદ્યોગ માટેનું તળાવ માં મત્સ્ય ઉદ્યોગના વેપારી દ્વારા તળાવમાંથી માછલીઓ આગળ તરફ જતી ન રહે તે માટે તેઓએ તળાવમાં વરસાદી કાંસ પર લોખંડના જાળી અને પતરા લગાવી દીધા હતા જેથી કાચનું પાણી તળાવમાં આવે નહીં અને માછલીઓ મરી જાય નહીં ત્યારે 30મી તારીખે 12 ઇંચ જેટલો વરસાદ પડતા બધું પાણી તળાવ તરફ જઈ ન શકતા રોડ ઉપર આવી ગયું હતું.

અને કસારીથી બોરસદ તરફનો કાચ પાણીથી ભરાઈ ગયો હતો જેને લઈ એક વ્યક્તિનું મરણ પણ થયું હતું અને અસંખ્ય લોકો હાલાકી ભોગવી હતી તેમ છતાં પણ આજે 13 દિવસ વીતી ગયા છતાં તંત્ર દ્વારા તે તળાવના સંચાલક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...