બ્લ્યુ આઇવી હોટલનો વિવાદ:વધારાનું બાધકામ દૂર કરવા અવકુડાએ નોટિસ ફટકારી

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ 80 ફૂટ રોડ પરની બ્લ્યુ આઇવી હોટલનો વિવાદ

આણંદ શહેરના 80 ફુટ રોડ તાજેતરમાં નવી બનેલી બ્લ્યુ આઇવી હોટલ બાબતે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇને આ પ્રશ્ન હાઇકોર્ટમાં ગયો હતો. હોટલમાં માર્જીનની જગ્યાઓ છોડયા વગર બાંધકામ કર્યુ હોવાથી સ્થાનિક ડો. શૈલેષ શાહે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. અવકુડા દ્વારા ગેરકાયદે નકશો મંજૂર કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જે મામલો હાઇકોર્ટમાં જતાં આખરે આણંદ અવકુડા વિભાગ દ્વારા બ્લ્યુ આઇવી હોટલને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે હોટેલ સત્તાવાળા આ બાબતનો ઇનકાર કરે છે.

આણંદ શહેરના 80 ફૂટ રોડ પર બ્લ્યુ આઇવી હોટલનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારથી કેટલાંક સ્થાનિકો તેનો વિરોધ કરીંરહ્યા હતા. તેમ છતાં એક હિન્દુ ભાગીદાર અને અન્ય કોમના પાર્ટનરોએ ભેગા મળીને હોટલ બ્લ્યુ આઇવીનું નિર્માણ શરૂ કર્યું હતું. જે તે વખતે તૈયાર થયેલા નકશામાં ફેરફાર કરીને બ્લ્યુ આવી હોટલના માલિકોએ માર્જીનની જગ્યા ઓછી છોડીને વધનું બાંધકામ કર્યુ હોવા બાબતે ડો. શૈલેષ શાહ સહિત સ્થાનિક રહીશોએ હિન્દુ સંગઠનો સાથે મળી વિરોધ નોંધાવ્યો હતો.

જેના પગલે ચર્ચાનો વિષય બન્યો હતો. તેમજ આખો મામલો હાઇકોર્ટમાં ગયો હતો. જેથી હાઇકોર્ટે અવકુડા વિભાગને બોલાવી હોટલના નકશા સહિત બાંધકામ અંગે જાણકારી આપવા જણાવ્યું હતું. આખરે અવકુડા વિભાગે બ્લ્યુ આઇવી હોટલમાં વધારાના બાંધકામ બાબતે નોટીસ પાઠવી તેને તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે.

બ્લ્યુ આઇવી હોટલને નોટિસ પાઠવી છે
અવકુડા વિભાગના અધિકારી સુનિલભાઇનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, બ્લ્યુ આઇવી હોટલમાં નકશા મુજબની કામગીરી થઇ નથી.તેમજ માર્જીન ઓછુ છોડયું છે તેથી તેઓને વધારાનું બાંધકામ દૂર કરવા માટે નોટીસ પાઠવી છે.

અમને કોઇ નોટિસ મળી નથી
આણંદ બ્લ્યુ આઇવી હોટલના ભાગીદાર હિતેશ પટેલે જણાવ્યું હતું કે, હજુ સુધી અમને કોઇ નોટીસ મળી નથી. નોટીસ મળ્યા બાદ જે યોગ્ય હશે તે કરીશું.

અન્ય સમાચારો પણ છે...