ટિકિટ વેંન્ડિગ મશીન બંધ:આણંદ રેલવે સ્ટેશને મુકેલુ ઓટોમેટિક ટિકિટ વેંન્ડિગ મશીન સર્વરના અભાવે બંધ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મશીન પર સ્માર્ટ કાર્ડને રિફિલ કરવાની સુવિધા પણ છે

આણંદ રેલ્વે સ્ટેશન પર એક મહીનાથી બે ઓટોમેટિક ટિકિટ વેંન્ડિગ મશીન મુકવામાં આવ્યા છે.જેની ખાસિયત એ છે કે આ મશીન પર સ્માર્ટ કાર્ડને રિફિલ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.તેમજ ટિકિટબારી ઉપર ગિરદી ઓછી ન થવાથી નાણાં સામે ટિકિટ આપવાનો એવીટીએમનો વિકલ્પ શોધવામાં આવ્યો છે.વધુમાં રેલ્વે સુત્રોએ જણાવ્યુ હતુ કે આ બન્ને મશીનને સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન (ક્રીસ) દ્વારા માન્યતા મળી છે.લોકલ ટિકિટનાં ભાડાં જેટલી રકમ મશીનમાં નાખવી આવશ્યક છે.

પરંતુ મશીનમાં બાકી રહેલી રકમ પરત કરવાની સુવિધા નથી. ત્યારબાદ સિક્કાઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતાં મશીન ભરાઈ જવાની શક્યતાને લઈ નોટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રૂ. 5થી રૂ.5૦૦ની નોટ સુધી આ મશીનમાં વાપરી શકાશે.હાલમાં ઈન્ટરનેટ કનેકટીવીટીના અભાવે બે ઓટોમેટિક ટિકિટ વેંન્ડિગ મશીન બંધ હાલતમાં ફેરવાઈ રહ્યા છે. જો કે સ્ટેશન અધિક્ષક આર.જી. સિંઘે જણાવ્યુ હતુ કે ટૂંક સમયમાં ટેકનીકલ ટીમો આવીને મશીન ચાલુ કરી દેશે.

અન્ય સમાચારો પણ છે...