તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ:આણંદની 14 ટેન્કરમાં ઓટોમેટીક દૂધ ચકાસણી સીસ્ટમ ફીટ કરવામાં આવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમૂલને મંડળીઓમાંથી એકત્ર દૂધના જથ્થા-જરૂરી ડેટા મળશે - Divya Bhaskar
અમૂલને મંડળીઓમાંથી એકત્ર દૂધના જથ્થા-જરૂરી ડેટા મળશે
  • અમૂલ ડેરી દ્વારા ડિજિટલ કમ યુનિક ટેકનોલોજીનો નવતર પ્રયોગો કર્યો
  • આ સીસ્ટમથી મંડળીનું કેટલું દૂધ અને કેટલા ટકા ફેટ છે તે જાણી શકાશે

આણંદ|અમુલ ડેરી સાથે આણંદ,ખેડા અને મહિસાગાર જિલ્લાની 1200થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે. જેમાંથી દૈનિક 25 લાખ લીટરથી વધુ દૂધ અમૂલ આવતું હતું. અગાઉ ડેરીમાં આવતાં દૂધની ગુણવતા ચકાસવા માટે અમૂલ ડેરીમાં મેન્યુઅલી સેમ્પલ લઇન ેતપાસ કરવામાં આવી હતી.

તેમજ કઇ ડેરીનું કેટલું દૂધ છે. તે ટેન્કર સાથે ગયેલા કર્મચારી નોંધ કરતાં હતા. પરંતુ આજના આધુનિક ડિઝીટલ યુગમાં આ તમામ ઝંઝટોમાંથી મુકતી મળે તે માટે અમુલ ડેરીમાં દૂધની ગુણવત્તા અને ફેટને સુનિશ્ચિત કરવા નવી ટેકનોલોજી અમલમાં મૂકવામાં આવી છે. મિલ્ક કલેક્શન ટેન્ટરમાં એક આધુનિક ઓટોમેટિક મિલ્ક સેમ્પલ કલેક્ટર યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

અમુલ દ્વારા વિકસાવવામાં આવેલી નવી ઓટોમેટિક મિલ્ક સેમ્પક કલેક્શન યુનિટ વિશે એક્સક્લૂઝિવ માહિતી આપતા અમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે જણાવ્યું હતું કે, અમુલ દ્વારા કાયમ નવતર પ્રયોગો કરવામાં આવ્યો છે.અમુલ ડેરી ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમ વિકસાવી દૈનિક લાખો લીટર દૂધના આવાગમનનું સુવ્યવસ્થિત નિયમન કરવા માટે કાયમ નવતર પ્રયોગ કરતું આવ્યું છે.

ત્યારે, મિલ્ક કલેક્શન ટેન્ટરમાં એક આધુનિક ઓટોમેટિક મિલ્ક સેમ્પલ કલેક્ટર યુનિટ ઇન્સ્ટોલ હાલમાં 14 ટેન્કરમાં કરવામાં આવ્યું છે. ટેન્કરમાં લગાવેલી આ સીસ્ટમથી દૂધની ગુણવતા સહિત ચકાસણી થઇ શકશે તેમજ કઇ મળીનું કેટલું દૂધ છે. તે પણ જાણ શકાશે .અગાઉ મંડળી પર એકત્ર કરવામાં આવેલા દૂધનું પ્રત્યેક મંડળી પહેલા મેન્યુઅલી સેમ્પલ સ્ટાફ દ્વારા એકત્ર કરવામાં આવતા હતા. મંડળીમાંથી કેટલા લીટર દૂધ એકત્ર કરી અમુલમાં ભરવામાં આવતા દૂધની કર્મચારી દ્વારા નોંધ કરવામાં આવતી હતી.

અમુલ દ્વારા તેના 150 માંથી 14 જેટલા ટેન્કરમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે. વિદેશની ટેકનોલોજીને અપનાવી દેશમાં આ પ્રકારની સિસ્ટમ બનાવી અમુલ ડેરી તેના અન્ય ટેન્કર્સમાં આ પ્રકારની સિસ્ટમ લગાવશે, જેથી આત્મનિર્ભર ભારત, મેડ ઇન ઇન્ડિયા અને મેક ઈન ઇન્ડિયાને પણ વેગવાન બનાવી શકાશે. અમુલ ડેરી દ્વારા લગાવેલી આ ડિજિટલ કમ યુનિક ટેકનોલોજીના કારણે આજે દૂધના કુલ જથ્થામાંથી મશીન તેની જાતે નિશ્ચિત પ્રોગ્રામ અનુરૂપ દૂધના સેમ્પલ એકત્ર કરી લે છે.

દરેક ટેન્કરમાં લાગેલા યુનિટમાં દૂધને લેબોરેટરી સુધી પહોંચાડવામાં સેમ્પલની ગુણવત્તા જળવાઈ રહે તે રીતની સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સાથે જ એક પ્રોગ્રામ સાથેનું ટેબ્લેટ પણ આ સિસ્ટમમાં મુકવામાં આવ્યું છે. જેની મદદથી મંડળીઓમાંથી એકત્ર કરેલા દૂધના જથ્થા અને તેના જરૂરી ડેટા અમુલને મળી રહેશે.

ટેન્કરના દરેક રૂટને GPS મેપિંગ પર લેવામાં આવી
અમુલ દ્વારા ટેકનોલોજીની મદદથી 150 ટેન્કરના રૂટને GPS મેપિંગ પર લઈને વાર્ષિક 72,000 કિલોમીટર જેટલા ઇંધણની બચત કરવામાં આવી રહી છે. આ સાથે અમિત વ્યાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દૂધના ટેન્કર્સમાં ડીઝલને બદલે CNG ટેન્કરો ઉપયોગ કરવા માટેની કામગીર ચાલી રહી હોવાની જાણકારી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જે પ્રમાણે વાતાવરણમાં સતત બદલાવને કારણે આગામી દિવસોમાં ગ્રીન એનર્જીના ઉપયોગને ઉદ્યોગિક ક્ષેત્રે પ્રાધ્યાન આપવામાં આવશે. આથી, તે પૂર્વે જ અમુલ ડેરીએ ગ્રીન એનર્જી માટે કામગીરી શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...