મત્સ્ય ઉદ્યોગ:મત્સ્યપાલન માટે 70 તળાવોની હરાજી : વિરસદના તળાવના સૌથી વધુ 7 લાખ ઉપજ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લાના સિંહોલના નારી તળાવની સૌથી ઓછી રૂ. 3100માં હરાજી , તંત્રને લગભગ 1 કરોડની આવકનો અંદાજ

આણંદ જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગ માટે 70થી વધુ તળાવ દર 10 વર્ષે હરાજી કરીને ભાડા પટ્ટે આપવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે આગામી 10 વર્ષ માટે આણંદ મદદનીશ નિયામક મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા 70 તળાવો માટે હરાજી રાખવામાં આવી હતી. જેમાં 300થી વધુ મત્સ્ય ખેડૂતોએ હરાજીમાં ભાગ લીધો હતો. જેમાં ચાલુ વર્ષે બોરસદ તાલુકાના વિરસદ ગામે આવેલા ગામ તળાવની રૂ. 7.01 લાખમાં અપાયું હતું. જયારે 6 તળાવના 5 લાખથી વધુ ભાવ મળ્યા છે, 3 તળાવના ભાવ ત્રણ લાખથી વધુ , 8 તળાવોનો ભાવ 2 લાખથી વધુ અને 8 તળાવોનો ભાવ 1 લાખથી વધુ બોલાયા છે.

તળાવોની હરાજીથી વિભાગને 85 લાખની આવક થશે. આણંદ જિલ્લાના તળાવોમાં મીઠાં પાણીમાં મત્સ્ય ખેતી કરતા અંદાજે 700 ઉપરાંત ખેડૂતોએ ટેન્ડર ફોર્મ ભર્યા હતા. જેમાંથી 350 ખેડૂતોએ આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો. તાલુકાવાર ઇજારેદારોને દશ વર્ષ માટે આપવામાં આવનાર તળાવોમાં આણંદ તાલુકાના 18, ખંભાત 13, આંકલાવ 8, બોરસદ 13,સોજીત્રા 8, તારાપુર 2,પે ટલાદ 7 અને ઉમરેઠમાં 1 મળી કુલ 70 તળાવોના ટેન્ડર જાહેર કરાયા હતા.

ગ્રામ પંચાયતોના વિકાસના કામો માટે 90% રકમ અપાશે
તળાવોની હરાજીમાંથી મળેલી રકમમાંથી 90 ટકા રકમ જે તે પંચાયતને આપવામાં આવશે. પંચાયત પાસેથી ખર્ચ પેટેની 10 ટકા રકમ લેવામાં આવશે, હરાજીમાં તળાવ રાખનારને પ્રથમ બોલીના 10 ટકા કે 50 હજાર સુધીની રકમ જમા કરાવતા 85 લાખની આવક થઇ છે, બાકીની રકમ આગામી ત્રણ માસ બાદ ઇજારાદારે આપવાની રહેશે. - આર.પી શકેરિયા , મદદનીશ નિયામક,મત્સ્ય ઉદ્યોગ કચેરી, આણંદ

કયાં તળાવના ભાવ વધુ મળ્યા
તાલુકોગામતળાવનું નામરૂપિયા
બોરસદવીરસદગામ તળાવ7,01,015
ખંભાતબામણગામગામ તળાવ6,87,786
પેટલાદનારમલાવ તળાવ05,01, 0998
આણંદખંભોળજસંદેલ તળાવ4,50,000
આણંદઅડાસગામ તળાવ4,50,000
આણંદગામડીઢેડીયુ તળાવ4,20,000

જે તળાવના પાણી,જમીન અને માછલી માટે આબોહવા માફક આવે તેના ભાવ વધુ મળે
આણંદ જિલ્લામાં ઘણા મોટાતળાવ હોય છે. પરંતુ તેની માંગ ઓછી હોય છે. પરંતુ જે તળાવનું પાણી અને જમીન તથા આબોહવા માછલીઓને વધુ માફક આવે તો ઝડપથી વિકાસ થાય છે. માટે આવા તળાવોની વધુ કિંમત ઉપજે છે.

અન્ય સમાચારો પણ છે...