તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:જુની અદાવત રાખી લોંખડની પાઈપ મારી હત્યાનો પ્રયાસ, અગાઉ ખેતરમાં ઢોર ઘુસાડવા બાબતે ઠપકો આપ્યો હતો

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

તારાપુર તાલુકાના બુધેજ ગામે અગાઉની અદાવતમાં યુવકેને માથામાં લોખંડની ખોરીવાળી લાકડીથી ફટકો મારીને જીવેલણે ઇજાઓ પહોંચાડી હતી.જે અંગે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. બુધેજ ગામે જાદવ ફળિયામાં રહેતા ભુપેન્દ્રભાઈ જાદવ પોતાની મોટરસાયકલ લઈ ગામની કાળીભોય સીમમાં ખેતરમાં ઘઉંનો પાક જાેવા ગયા હતા.

ત્યારે રસ્તામાં ખેતરના શેઢા પર ગામના શનાભાઈ ભરવાડે અગાઉની અદાવતની રીસ રાખી તું મને ખેતરમાં ઢોર ચારવા બાબતે કહેવાવાળો કોન તેમ કહી માથામાં લોખંડની ખોરી મારી લાકડાનો ફટકો મારી આંતરીક ભાગે ફ્રેકચર કરી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી ભુપેન્દ્રભાઈએ આ અંગે પોતાના ભાઈ પ્રવિણભાઈને ફોન કરી જણાવતા પ્રવિણભાઈ અને ગામના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભુપેન્દ્રભાઈને ત્વરીત સારવાર માટે તારાપુરના સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખંભાતની કાર્ડીયાક કેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે બનાવ અંગે તારાપુર પોલીસે પ્રવિણસિંહ જાદવની ફરિયાદના આધારે શનાભાઈ ભરવાડ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો