તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઇસરવાડા ગામે ઝઘડામાં વચ્ચે પડેલા ઇસમ પર ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોટલના કાઉન્ટર પર બેઠેલા શખ્સ પાસે યુવક થમ્સઅપ માંગતાં ઝઘડો કર્યો

ઇસરવાડા ગામની સીમમાં આવેલી એક હોટલ પર ગ્રાહકે પરત આપેલી થમ્સઅપ હોટલના કાઉન્ટર પર બેઠેલા શખ્સ પાસે યુવકે થમ્સઅપ લેવાની ના પાડતા અને બીજી થમ્સઅપ માંગતા યુવક સાથે આઠ શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો.તેમજ યુવકને છોડવા પડેલ શખ્સ પર ગાડી ચડાવી દઈ જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી નાખવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. સામા પક્ષેથી હોટલ માલિકે ફરિયાદ નોંધાવી હતી.

ઇસરવાડામાં રહેતા લધુભા નટુભા સોલંકી ગામના હરદીપસિંહ ચુડાસમા સાથે હોટલ ખાતે થમ્સઅપ લેવા ગયા હતા. અને લધુભા સોલંકી કાઉન્ટર પર બેઠેલા જયદીપભાઇ ભરવાડની પાસે થમ્સઅપ માંગી હતી. આ વખતે પેસેન્જરે પરત આપેલી થમ્સઅપ જયદીપભાઈ ભરવાડે લધુભા સોલંકીને આપી બીજી થમ્સઅપની માગણી કરી હતી. જેથી અપશબ્દો બડોલાની ના પાડતાં જયદીપભાઇ ભરવાડે એકદમ ઉશ્કેરાઇ જઈ ઝઘડો કરી લધુભા સોલંકીને મોઢા ઉપર ઝાપોટો મારી દીધી હતી.

જેથી લધુભાની સાથે આવેલ હારદીપસિંહ છોડાવવા આવતા જયદીપ ભરવાડનુ ઉપરાણુ લઈ સુરેશભાઈ ભરવાડ સહિત 7 ઇસમે હાથમાં બેટ-લાકડીઓ લઈ આવી ચડયા હતા. આ હિંસકહુમલામાં ઘનશ્યામસિંહ કાળુભા સોલંકીની ઉપર ગાડી ગાડી ચડાવી દઈ પગમા અને જાંઘમાં જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તારાપુર પોલીસે લધુભાની ફરિયાદના આધારે જયદીપ ભરતભાઇ ભરવાડ સહિત 8 વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...