આણંદ શહેરના પૂર્વ િવસ્તારમાં રહેતી સગીરાને શનિવારે વહેલી સવારે બે કિશોરોએ ભેગા મળીને તેને બાઈક પર બેસાડી ખેડાના વસો ખાતે એક કોમ્પલેક્ષમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેણીએ પ્રતિકાર કરતાં બંને જણે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં કોમ્પલેક્ષના સિક્યોરીટી ગાર્ડની મદદથી તેને નડિયાદની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ હતી. જ્યાં તેણીની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે બંને જણાં વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડી જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યા હતા.
આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા બે-ત્રણ મહિના પહેલાં સો ફૂટ રોડ સ્થિત જૂની પાણીની ટાંકી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા 15 વર્ષીય સગીરના સોશ્યલ મીડિયા થકી સંપર્કમાં આવી હતી. સગીર ધોરણ 10 ફેલ છે અને હાલ કંઈ કામ-ધંધો કરતો નથી. દરમિયાન, શનિવારે સવારે ચાર વાગ્યે સગીરે કિશોરીને મેસેજ કરીને ઘરની બહાર નીકળી મળવા માટે આવવાનું જણાવ્યું હતુ. તેણી સાડા ચારેક વાગ્યે ઉઠીને ઘરમાથી નીકળી હતી. સગીર યુવક તેના મિત્ર સાથે બાઈક લઈને ઉભો હતો.
દરમિયાન, તેણીને ફરવા જઈએ તેમ કહીને તેઓ કિશોરીને બાઈક પર બેસાડી દીધી હતી અને વસો ખાતે આવેલા એક કોમ્પલેક્ષ પર લઈ ગયા હતા. 15 વર્ષીય સગીરે તેની સાથે શારીરિક છેડછાડ કરી સંબંધ બાંધવા માટે કહ્યું હતું. જોકે, કિશોરી તે માટે તૈયાર નહોતી. દરમિયાન, સગીરની સાથે આવેલા બીજા 16 વર્ષીય સગીર મિત્રે તેણીના પગ પકડીને કપડાં કાઢવાની શરૂઆત કરતાં જ કિશોરીએ બુમાબુમ શરૂ કરી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા સગીરે ત્યાં પડેલો બ્લોક તેણીના માથામાં મારી દીધો હતો. વધુમાં તૂટેલી ટાઈલ્સ તેના ગળાના ભાગે મારી દીધી હતી.
જેને કારણે લોહીલુહાણ હાલતમાં તે ત્યાં જ ફસડાઈ પડી હતી. અચાનક થયેલા હુમલાથી સગીરા ડરેલી સગીરા બહાર આવી ગઈ હતી. બીજી તરફ બંને શખસો ત્યાંથી બાઈક પર ફરાર થઈ ગયા હતા. મદદ માટે બુમો પાડતી કિશોરીને ત્યાં હાજર એક વોચમેને જોતાં જ તુરંત જ તેણીની પાસે પહોંચી ગયો હતો અને તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી.કિશોરીના પરિવારજનો તુરંત જ વસો ખાતે પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી કિશોરીને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેણીની હાલત હાલ સ્થિર છે.
મિત્રનું બાઈક લઈને બંને જણા આવ્યા હતા
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ 10માં અભ્યાસ કરતો સગીર તેના મિત્રને કામ છે, તારૂં બાઈક આપ તેમ કહીને મિત્રનું બાઈક લઈ આવ્યો હતો. એ પછી તે તેમજ તેનો ધોરણ 11માં અભ્યાસ કરતો મિત્ર બંને જણાં બાઈક લઈને યુવતીને વચ્ચે બેસાડીને લઈ ગયા હતા. જેમાં મિત્ર મોંઢે બુકાની બાંધીને બાઈક હકારતો હતો. જ્યારે વચ્ચે કિશોરી બેઠી હતી જ્યારે તેની પાછળ સગીર બેઠો હતો.
જબરદસ્તીથી બંને જણા લઈ ગયા હતા
ગંભીર રીતે ઘવાયેલી સગીરાની માતાએ જણાવ્યું હતું કે, બંને શખસો મારી દીકરીને જબરદસ્તીથી બાઈક પર લઈ ગયા હતા. અમને સમગ્ર બનાવની જાણ જ્યારે સિક્યોરીટી ગાર્ડે ફોન કર્યો ત્યારે થઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.