તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ATM તોડવાનો પ્રયાસ:નાવલીમાં ATM ચોરીનો પ્રયાસ દિ’પહેલાં ભરેલા 14 લાખ બચ્યા

આણંદ, નાવલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયરો કાપી મશીન તોડવાનો પ્રયાસ કર્યો, પણ તૂટ્યું નહીં

આણંદ પાસેના નાવલી ગામ સ્થિત મુખ્ય ગેટ પાસે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ મશીનને રાત્રિના સમયે તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. એક દિવસ પહેલાં જ તેમાં રૂપિયા 14 લાખ ભરવામાં આવ્યા હતા. જોકે, ચોરીમાં નિષ્ફળ જતાં રૂપિયા 14 લાખ બચી ગયા હતા. સમગ્ર બનાવમાં બેંકને રૂપિયા છ હજારનું નુકસાન પહોંચ્યું હતું. નાવલી ગામે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. જેમાં મેનેજર તરીકે વિકાસ રાકેશભાઈ શરન ફરજ બજાવે છે.

રવિવારે સવારે બેંકનું એટીએમ તોડ્યું હોવાની અને તેમાં ચોરી કરવાનો પ્રયાસ કરાયો હોવાની તેમને જાણ થતાં જ તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગેની જાણ આણંદ ગ્રામ્ય પોલીસને કરાતા પોલીસની ટીમ પણ તુરંત જ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. બેંકના અન્ય સીસીટીવી કેમેરામાં તપાસ કરતાં રાત્રિના બે વાગ્યાની આસપાસ તસ્કર આ એટીએમ મશીનમાં પ્રવેશ્યો હતો અને તેણે મશીન તોડવાનો પ્રયત્ન કર્યો હતો.

તેણે બેંકનું સાયરન વાગે નહી તે માટે તેના વાયર અને ત્રણ સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હતા. આ ઉપરાંત, લાઈટના વાયર પણ કાપી નાખ્યા હતા. પરંતુ તેમ છતાં તે મશીન તોડી શક્યો નહોતો. આમ, ચોર ચોરી કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે, મશીન તોડ્યું તેના એક દિવસ પહેલાં જ મશીનમાં રૂપિયા 14 લાખ લોડ કરાયા હતા. હાલમાં આણંદ ગ્રામ્ય પોલીસે રૂપિયા છ હજારના નુકસાનની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...