હત્યાનો પ્રયાસ:આણંદના રેલવે સ્ટેશન પર ફેરિયા પર ચપ્પાના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તેનો મોબાઈલ ઝૂંટવી લઈ અજાણ્યા શખસો તૂટી પડ્યા હતા

આણંદ શહેરના રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે ચપ્પાના ઘા ઝીંકી ફેરિયાની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો. અજાણ્યા શખસોએ મોબાઈલ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. આણંદના રેલ્વે સ્ટેશન પાસે આવેલી પોલસન ફાટક પાસેથી ગુરૂવારે રાત્રે સતીષ પાલ નામનો ફેરિયો પસાર થઇ રહ્યો હતો. દરમ્યાન કેટલાક અજાણ્યા શખસોએ સતીશને રોકી તેનો મોબાઈલ હાથમાંથી ઝુંટવી લઈ આડેધડ ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલો સતીશ લોહીલુહાણ હાલતમાં તેના ઘર પાસે જઈ બુમાબુમ કરતાં સ્થાનિક રહીશો જાગી ગયા હતાં.

દરમિયાન તેના મિત્ર દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક આણંદના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા તેને વડોદરાની એસએસજીમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે આણંદ રેલવે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...