તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવતરું:ખોટુ પેઢીનામુ બનાવી જમીન પચાવવાનો પ્રયાસ, રાસનોલમાં જમીન પચાવવાનો કારસો

આણંદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આણંદ નજીક રાસનોલ ગામે જૂના સર્વે નં 1020 પૈકી હિસ્સા -2માં હાલ સર્વે નં-1648 જેનો ખાતા નંબર 1242 છે. આ જમીન ફુલાભાઇ ગોહેલના વારસદારોના કબજામાં છે.આ જમીન પર તા 28-02-2020ના રોજ ફેરફાર નોંધ નંબર 4791 ફુલાભાઇ ભલાભાઇ જાદવના નામના ભળતા વ્યકિતએ હાલમાં કબજેદારના કુંટુંબીઓનું ખોટુ પેઢીનામું બનાવી વારસાઇ કરાવી હતી.જેની ફેરફાર નોંધ ગત તા.9-5-20ના રોજ ખોટી રીતે પાડી આવી હોવાનો અરજીમાં રજૂઆત કરી છે.

આ અંગે હાલ કબજેદારોએ પંચાયતમાંથી 7-12ની નકલ કઢાવવામાં સાચી હકીકતની જાણ થતાં તેઓ ચોંકી ઉઠયા હતા.ફુલાભાઇ ગોહેલ રાસનોલના વારસદાર તરીકે બતાવી અરજદારોને દાદા ફુલાભાઇ જાદવના ખોટા વારસદાર બનીને સરકારી રેકર્ડ સાથે ચડાં કરીને ખોટું પેઢીનામુ બનાવીન ેસાચા તરીકે ઉપયોગ કરીને હાલના વારસદારોને છેતરપીંડી કરીને જમીન પડાવી લેવા કારસો કર્ોય હોવાનો લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં દાદ માંગવામાં આવી છે.

ખોટી રીતે વરસાઇ કરીને હાલ સદર જમીનનો કબજો મેળવવા તેમજ વેચાણ કરવા પ્રયત્ન કરવાની સાથે હાલના કબજેદારોને ધમકી અપાઇ રહી છે. ખોટીવારસાઇ કરાવનાર 23 ઇસમો સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ અને 7-12 ના રેકર્ડમાંથી ખોટી વારસાઇ રદ કરવા જિલ્લા જમીન શાખામાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો