પોલીસ ફરિયાદ:આણંદના કુંજરાવમાં લગ્નની કંકોત્રીમાં નામ ન લખતાં હુમલો કર્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વ્યક્તિઓને ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ

આણંદ પાસેના કુંજરાવમાં લગ્નની કંકોત્રીમાં નામ ન લખતાં ભાઈ-ભાભીએ હુમલો કરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ બનાવમાં ચાર જણાંને ઈજા પહોંચી હતી. કુંજરાવ તાબે મોરીના કુવા વિસ્તારમાં નરસિંહભાઈ ઠાકોરની બાજુમાં તેમના સગાભાઈ ગોતાભાઈ ઠાકોર પણ રહે છે.

રવિવારે રાત્રે નરસીભાઇ અને તેમનું પરિવાર ઘરે હાજર હતું. તે વખતે તેમના ભાઈ ગોતાભાઈ અને તેમની પત્ની મંજુલાબેન ત્યાં આવ્યા હતા અને લગ્નની કંકોત્રીમાં નામ ન લખવા બાબતે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમતાં દંપતીએ મારામારી શરૂ કરી હતી.

જેમાં ભત્રીજાવહુ કાજલ, પરેશ રાવજી ઠાકોર, ભાવેશ ઠાકોરને માર માર્યો હતો. કાકા સસરા ભરત રાવજી ઠાકોર અને ગોતા સોમા ઠાકોર તથા જેઠ ખોડા મગન ઠાકોરે આ બંને ભાઈઓને બેફામ માર માર્યો હતો. જેને પગલે 4 જણાંને ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...