પાડોશીનું પોત પ્રકાશ્યું:ખંભાતમાં એકલા રહેતા વૃદ્ધા પર હુમલો કર્યો,વૃદ્ધાની બુમાબુમથી દોડી આવેલા આસપાસના લોકોએ બચાવ્યાં

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો

ખંભાતના મણીયારવાડા ખાતે એકલા રહેતા વૃદ્ધા પર નજીકમાં રહેતા શખસે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યાં હતાં. જોકે, આસપાસના લોકો દોડી આવી વૃદ્ધાને વધુ મારથી બચાવી લીધાં હતાં. આ અંગે પોલીસે હુમલાખોર શખસ સામે ગુનો નોંધ્યો હતો.

હુમલાખોર દંડો લઈ વૃદ્ધા પર તૂટી પડ્યો
વડોદરાના કોલાખડી ખાતે રહેતા નરેન્દ્ર નવીનતલાલ કંસારાના માતા મંજુલાબહેન (ઉ.વ.86) ખંભાતના મણીયારવાડામાં એકલા રહે છે. તેઓ 11મીની સાંજે ઘરે એકલા હતા તે સમયે મણીયારવાડામાં જ રહેતા આશીષ ઉર્ફે અમીત જયેશ કાછીયા હાથમાં લાકડાનો દંડો લઇ આવી ધસી આવ્યો હતો અને મંજુલાબહેન પર હુમલો કરી માથામાં મારી દીધો હતો. અચાનક આ હુમલાથી મંજુલાબહેને બુમાબુમ કરી હતી. આથી, વધુ ઉશ્કેરાયેલા આશીષે ગડદાપાટુનો માર મારી, ગળુ પકડી મુક્કા મારવા લાગ્યો હતો. જોકે, બુમાબુમથી આસપાસના લોકો દોડી આવી વધુ મારથી છોડાવ્યાં હતાં. જોકે, તે પહેલા મંજુલાબહેન લોહી લુહાણ થઇ ગયાં હતાં. આથી, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આરોપી સામે ગુનો નોંધાવવામાં આવ્યો
​​​​​​​
ઘટનાની જાણ થતાં મંજુલાબેનના પુત્ર નરેન્દ્રભાઈ કંસારા તુરંત ખંભાત દોડી આવ્યાં હતાં. આ અંગે તેઓએ ખંભાત શહેર પોલીસ મથકે આશીષ ઉર્ફે અમીત જયેશ કાછીયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...