તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અમારા ઘર નજીક ફળીયામાં આવવું નહીં કહી મારક હથિયાર સાથે હુમલો : 4ને ઈજા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તારાપુર પોલીસે બે મહિલા સહિત 15 સામે રાયોટીંગ-હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો

તારાપુરના બુધેજ સ્થિત કસ્બામાં રહેતા બેલીમ અને મલેક વચ્ચે રવિવારે રાત્રિના ધીંગાણું થયું હતું. જેમાં મલેકોએ બેલીમને અમારા ઘર નજીક ફળીયામાં આવવું નહીં તેમ કહી તેમના પર મારક હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેમાં મહિલા સહિત ચારને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે તારાપુર પોલીસે બે મહિલા સહિત કુલ 15 સામે રાયોટીંગ અને હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.

બુધેજ કસ્બામાં રહેતા અનવરમીયાં બેલીમે તારાપુર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સંબંધીની દફનવિધિ પૂરી કર્યા બાદ સાંજના સમયે તેઓ પરિવારના છોકરાઓને ઘરે જમવા માટે બોલાવવા ગયા હતા. દરમિયાન, ઉસ્માનમીયાં બેલીમના ઘરની પાસે રહેતા શાહરૂખ મુસ્તકીમ મલેક અને મુસ્તકીમ રસુલમીયાં મલેકે અમારા ઘર નજીક ફળીયામાં આવવું નહીં તેમ કહી લાકડી, પાઈપ સહિતના મારક હથિયાર સાથે અપશબ્દ બોલી હુમલો કર્યો હતો. તેમનું ઉપરાણું લઈને અન્ય શખ્સ પણ આવી ગયા હતા અને તેમણે પથ્થરમારો કર્યો હતો.

બનાવને પગલે અનવરમીયાને છોડાવવા આવેલા તેમના મોટભાઈ સુબામીયા, ભત્રીજા જાવેદહુસેન, અસ્ફાકમીયાં અને ઐયુબમીયાં પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ઈજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે તારાપુર પોલીસે શાહરૂખ ઉપરાંત, મુસ્તકીમ, ઈમરાનમીયાં, સદૃામમીયાં, જાવેદમીયાં, ઈરફાનમીંયા, વારીસમીયાં, સબ્બીરમીયાં, અરબાઝમીયાં, જહાંગીરમીયા, સાબીરમીયાં, સોહિલમીયાંં, સુબામીયા સબરૂદીન, સમીનાબીબી સુબામીયા અને રૂબીનાબીબી સદૃામમીયાં વિરૂદ્ધ રાયોટીંગ, હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...