હુમલો:તારાપુરના મહિયારીમાં ગરબામાં વીડિયોગ્રાફી કરવા બાબતે હુમલો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૌહાણ યુવકોએ મોબાઇલ પર ગરબાની વીડિયોગ્રાફી કરતાં મામલો બિચકયો

તારાપુરના મહિયારીમાં વણકર વાસમાં ચાલતા ગરબામાં ગામના ચૌહાણ સમાજના યુવકો મોબાઇલ પર ગરબા વીડિયોગ્રાફી કરતા હતા. આ બાબતે ઠપકો આપતાં ચૌહાણ સમાજના ટોળાએ ગેરકાયદે મંડળી બનાવીને વણકર સમાજના લોકો પર હુમલો કરીને જાતિવાચક શબ્દોથી અપમાન કરીને સાઉન્ડ સીસ્ટમને નુકસાન થયા બાબતની તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

તારાપુર તાલુકાના મહીયારી ગામે આવેલા વણકરવાસમાં 25 વર્ષીય હિતેશભાઈ રેવાભાઇ ડોડિયા(હિન્દુ વણકર) પોતાના પરિવાર સાથે રહે છે. ગામમાં આવેલા વણકરવાસમાં નવરાત્રી નિમિતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સહદેવસિંહ બળવંતસિંહ ચૌહાણ, વિજયસિંહ જશુભાઈ ચૌહાણ, સિધ્ધરાજસિંહ રાજુભાઈ ચૌહાણ, બહાદુરભાઈ ખેંગારભાઈના બે દીકરા ગરબા રમી રહેલી મહિલાઓની પોતાના મોબાઈલમાં વિડિયોગ્રાફી કરતા હતા. જેથી ગરબા રમી રહેલી યુવતીઓ, મહિલાઓએ વિડિયોગ્રાફી કરવાની ના પાડી હતી.

દરમ્યાન વિડિયોગ્રાફી કરી રહેલા સિધ્ધરાજસિંહ, વિજયસિંહ, સહદેવસિંહ સહિતના શખસોએ એકદમ ઉશ્કેરાઈ જઈ જાતિ વિરૂધ્ધ અપમાન કરી ગાળો બોલતા બોલતા ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવાર બાદ સહદેવસિંહ અન્ય પંદર જેટલા માણસો સાથે પરત વણકરવાસમાં આવી ચડ્યા હતા. અને ગેરકાયદે મંડળી બનાવી વણકરવાસમાં રહેતાં લોકોને ગાળો બોલી ગરબા રમવા માટેની સાઉન્ડ સિસ્ટમના સ્પીકરો નીચે પાડી દઈ નુકશાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...